હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધે જોર પકડ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે (27 સપ્ટેમ્બર 2024), વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોને પુનરાવર્તિત કરીને હરિયાણાની અગાઉની કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો હતો કે પહેલા ડીલરો, જમાઈ અને દલાલો કામ કરતા હતા. હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ આના પર પ્રહાર કર્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, ભાજપ્ના લોકો તેમની નિષ્ફળતા છુપાવવા માટે મારું નામ લે છે. હું હંમેશા સત્ય માટે લડ્યો છું.રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, આખો દેશ વડાપ્રધાન પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ પ્રગતિ તરફ આગળ વધે, પરંતુ પીએમની ભાષા ખરાબ થઈ રહી છે.
તેમને કહ્યું કે, હું ગાંધી પરિવારનો એક ભાગ છું તેથી તેઓ દરેક ચૂંટણી પહેલા મને નિશાન બનાવે છે. મેં કોઈ ખેડૂત સાથે કોઈ ખોટું કર્યું નથી. મનોહર લાલ ખટ્ટરની સરકારે જ મને બે વાર ક્લીન ચીટ આપી હતી. મને ઈડીમાં બોલાવવામાં આવ્યો હતો. બે કમિશનની સ્થાપ્ના કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે મારી વિરુદ્ધ કાંઈ નહીં થાય. તેમ છતાં મારી કંપ્નીને, ડીએલએફને અને ઘણા લોકોને હેરાન કરવામાં આવ્યા છે. જો આમ ન કર્યું હોત તો હું હરિયાણાના લોકોને કેટલી રોજગારી આપી શક્યો હોત.
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, રાજકીય કારણોસર માત્ર મને જ નહીં પરંતુ પંડિત જવાહરલાલ નેહરુ, સોનિયા ગાંધી, ઈન્દિરા ગાંધી, રાહુલ ગાંધીને નિશાન બનાવવામાં આવે છે. આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું કે, હવે તો કેન્દ્રીય ગૃહમંત્રી પણ મારા વિશે વાત કરી રહ્યા છે.
તેઓ મને દલાલ કહે કે જમાઈ કહે, મેં કંઈ ખોટું કર્યું નથી. મેં હરિયાણામાં ગયા વર્ષથી કંઈ કર્યું નથી, નહીં તો તેઓ મારું નામ લઈને મતદારોના મનને વાળવા માંગે છે, પરંતુ મતદારોએ મન બનાવી લીધું છે કે આ વખતે તેઓ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવશે, તમે મને વધુ દબાવશો, હું વધુ મજબૂત બનીશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech