જામનગરમાં કોવીશિલ્ડનો જથ્થો ખુટી પડતા આજે 20 જગ્યાએ વેકસીન અપાશે

  • June 12, 2021 12:14 PM 

અવાર નવાર વેકસીનનો જથ્થો ખલાસ થઇ જતો હોય કેટલાક કેમ્પો રદ કરવા પડે છે : 18 થી 44 વર્ષના લોકો માટે 10 કેન્દ્રો ઉપર કુલ 200 વેકસીન અને 45 થી ઉપરના લોકો માટે 10 કેન્દ્ર ઉપર 100 લોકોને વેકસીન અપાશે

જામનગર મહાનગરપાલીકા વેકસીનમાં સૌરાષ્ટ્રમાં ફરીથી પ્રથમ આવ્યા બાદ આ કામગીરી વેગવાન બની હતી પરંતુ સમયસર જથ્થો ન મળવાના કારણે આજે વેકસીનેશન કેમ્પમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને કુલ 20 જગ્યાએ વેકસીન આપવાનો કાર્યક્રમ યોજાયો છેે, અવાર નવાર જથ્થો ખુટી જતો હોય લોકોને પણ તકલીફનો સામનો કરવો પડે છે, એકવાર કેમ્પ નકકી થયા બાદ કેમ્પ રદ કરવામાં આવે છે.

જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલથી વેકસીનનો જથ્થો ઓછો આવતા આજે 18 થી 44 વર્ષના લોકો માટે 10 કેન્દ્રો ઉપર 200 લોકોને વેકસીન અપાશે જયારે 45 થી ઉપરના લોકો માટે 10 કેન્દ્રો ઉપર 100 લોકોને વેકસીન આપવામાં આવે છે. આમ 30 ને બદલે માત્ર 10 કેન્દ્રો ઉપર રસી આપવામાં આવશે. યુવાનોને રસી આપવાના 20 કેન્દ્રો આજે ઘટાડી દેવામાં આવ્યા છે. અવે આગામી દિવસોમાં અલગ અલગ સ્થળોએ તેમજ કોલેજ અને શાળાઓમાં વેકસીનેશનની કામગીરી કરવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે, ગઇકાલે એવી જાહેરાત કરી છે કે કોવિશીલ્ડમાં બીજો ડોઝ 84 દિવસ પછી લેવાતો હતો, તેને બદલે હવે ફરીથી 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે, જો કે કો વેકસીનનો સમયગાળો 28 દિવસનો છે આમ જામનગર શહેરમાં આજે રસી મુકવા માટેના કેન્દ્રોમાં સારો એવો ઘટાડો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS