કોરોનાના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને વેક્સિનમાં બદલાવ જરૂરી : ડો.ગુલેરિયા

  • February 24, 2021 07:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના નવા પ્રકારે આખી દુનિયામાં ફરીથી હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યુ છે. દેશમાં અનેક જગ્યાએ કોરોના સ્ટ્રેનના મામલાઓ જોવા મળી રહ્યાં છે. ત્યારે એમ્સના નિર્દેશકરણદીપ ગુલેરિયાએ કોરોનાના નવા પ્રકારને લઈને ચેતાવણી આપી છે.

 

ડો.ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોનાના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને કોરોનાની વેક્સિનમાં પણ બદલાવ કરવો પડશે. હાલમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આગામી સ્થિતિ ઉપર નજર રાખવી જરૂરી છે. નવા વાયરસ ઉપર વેક્સિનની અસર ઓછી થાય નહીં તેનું ધ્યાન રાખવું પડશે.

 

રનદિપ ગુલેરિયાએ કહ્યું હતું કે વેક્સિન નિશ્ચિત રીતે ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે રોકશે. જેનાથી લોકોના મૃત્યુ ઓછા થશે. જોકે કોરોનાનો નવો સ્ટ્રેન ચિંતાનો વિષય છે. હાલમાં અમારી પાસે જે વેક્સિન ઉપલબ્ધ છે તેનો પ્રભાવ 70, 80 અને 90 ટકા છે. કોરોના નવા સ્ટ્રેન સામે હાલની વેક્સિનની પ્રભાવકારકતા થોડી ઓછી થઈ શકે પરંતુ વેક્સિનની બિલકુલ અસર થશે નહીં એવું નહીં થાય. આથી  સમયાંતરે વેક્સિનમાં બદલાવ કરવો પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS