બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તેમની કંપની ધર્મા પ્રોડક્શનમાં પોતાનો અડધો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે અને આ માટે એક ડીલ પણ કરવામાં આવી છે, જેની કિંમત 1000 કરોડ રૂપિયા છે. આ ડીલ ભારતીય મનોરંજન ઉદ્યોગની અત્યાર સુધીની સૌથી મોટી ડીલમાં સામેલ થશે. હિટ ફિલ્મો આપનાર કરણ જોહરે પીઢ ભારતીય ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા સાથે આ ડીલ કરી છે.
અદાર પૂનાવાલા સાથે ડીલ કરી
રિપોર્ટ અનુસાર, અદાર પૂનાવાલાની સેરેન પ્રોડક્શન્સ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટમાં 50 ટકા હિસ્સો રૂ. 1,000 કરોડમાં હસ્તગત કરશે. આ ડીલમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ધર્મા પ્રોડક્શનનું વેલ્યુએશન અંદાજે 2000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. સોદો પૂરો થયા પછી પ્રોડક્શન કંપનીમાં બાકીનો અડધો હિસ્સો ધર્મા પ્રોડક્શન્સ પાસે રહેશે અને કરણ જોહર કાર્યકારી અધ્યક્ષ રહેશે.
કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ છેલ્લા કેટલાક સમયથી સારા રોકાણની શોધમાં હતી અને સંજીવ ગોએન્કાની આગેવાની હેઠળના સારેગામા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જિયો સિનેમા સહિતના ઘણા મોટા જૂથો સાથે વાતચીત કરી રહી હતી. દરમિયાન મોટા સમાચાર આવ્યા કે રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલા ધર્મા પ્રોડક્શનમાં આ હિસ્સો ખરીદવા માટે સંમત થયા છે.
યશ જોહરે કરી હતી સ્થાપના
સ્વર્ગસ્થ યશ જોહર દ્વારા 1976 માં સ્થાપિત ધર્મા પ્રોડક્શન્સ કરણ જોહરના નેતૃત્વમાં બોલિવૂડમાં પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે અને તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં 'કભી ખુશી કભી ગમ', 'યે જવાની હૈ દીવાની', 'કુછ કુછ હોતા હૈ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ 50 થી વધુ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને 2018માં કરણ જોહરની કંપનીએ Dharmatic Entertainment સાથે ડિજિટલ કન્ટેન્ટમાં પ્રવેશ કર્યો અને Netflix અને Amazon Prime જેવા વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ માટે શોનું નિર્માણ કર્યું.
અહેવાલ મુજબ, ધર્મા પ્રોડક્શનની આ ડીલ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે તેની આવકમાં લગભગ ચાર ગણો વધારો નોંધાયો છે. જે અગાઉના વર્ષના રૂ. 276 કરોડની સરખામણીએ નાણાકીય વર્ષ 23માં વધીને રૂ. 1,040 કરોડ થઈ છે. તેમ છતાં ખર્ચમાં વધારો થવાને કારણે ચોખ્ખો નફો 59% ઘટીને રૂ. 11 કરોડ થયો છે. કંપનીએ વિતરણ અધિકારોમાંથી રૂ. 656 કરોડ, ડિજિટલમાંથી રૂ. 140 કરોડ, સેટેલાઇટ અધિકારોમાંથી રૂ. 83 કરોડ અને સંગીતમાંથી રૂ. 75 કરોડની કમાણી કરી છે.
વેક્સીન કિંગે ડીલ વિષે શું કહ્યું?
અદાર પૂનાવાલાએ નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટથી લઈને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વિસ્તાર્યો છે અને આ નવા સોદા વિશે તેણે કહ્યું છે કે હું મારા મિત્ર કરણ જોહર સાથે મળીને આપણા દેશના સૌથી પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસમાં ભાગીદારી કરી રહ્યો છું. અમે સાથે મળીને ધર્માને આગળ લઈ જવાની અને વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાની આશા રાખીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલાડીને દૂધનું રખોપુ: અમરેલીમાં અનાજનો સીઝ કરાયેલો જથ્થો આરોપીના કબજામાંથી ચોરી
January 24, 2025 11:23 AMજેતપુરમાં ચારિય બાબતે બોલાચાલીમાં પત્નીની હત્યા કરીને પતિ પોલીસમાં હાજર
January 24, 2025 11:21 AMકાંગશીયાળીનો શખસ ૧૧૨ બોટલ દારૂ અને દેશી તમંચા સાથે ઝડપાયો
January 24, 2025 11:19 AMઆટકોટ પાસેથી SMCએ ટેન્કરમાંથી ૮૦ લાખનો દારૂ પકડયો
January 24, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech