જામનગર દિગ્જામ લીમીટેડ ખાતે વેક્સીન કેમ્પ યોજાયો: રાજયમંત્રી તથા યુનિયનના હોદેદારો રહ્યા ઉપસ્થિત

  • April 14, 2021 08:37 PM 

જામનગર મહાનગરપાલિકાના સહયોગથી દિગ્જામ લીમીટેડ, જામનગર દ્વારા પોતાના કામદારો-કર્મચારીઓ માટે નિ:શુલ્ક કોરોના વેકસીનેશનના મેગા કેમ્પનું આયોજન દિગ્જામ લી. ના ક્લબ હોલ ખાતે તા.10/4/2021 ના રોજ કરવામાં આવેલ હતું.  દિગ્જામ લીમીટેડના કામદારો કર્મચારી ઓ એ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન દિગ્જામ લીમીટેડના ડાયરેક્ટર અજયકુમાર અગ્રવાલ ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

જેમાં કેમ્પમાં આવતા તમામ કામદારો કર્મચારીઓ ને હાથ સેનીટાઈઝ કરીને જ કેમ્પના સ્થળમાં પ્રવેશ આપવામાં આવેલ હતો અને કેમ્પના સ્થળે પણ સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને કેમ્પમાં વેકસીન લેનાર દરેકને ચા-નાસ્તો, સેનીટાઈઝર ની નાની બોટલ,માસ્ક વગેરેનું વિતરણ દિગજામ લી. દ્વારા કરવામાં આવેલ હતું અને આ કેમ્પમાં વેકસીન લીધા પછી દરેક કામદારો ને કંપની તરફથી રજા આપવામાં આવેલ હતી.આ કેમ્પમાં રાજ્ય સરકારના રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ના મહાનુભાવો તથા કંપનીમાં કાર્યરત ત્રણેય યુનીયનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પને સફળ બનાવવા માટે કંપનીના  ડાયરેક્ટર અજયકુમાર અગ્રવાલની સુચના અનુસાર કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ (વર્કસ) આર કે તિવારી અને તેની ટીમના સર્વે અજીતકુમાર શ્રીવાસ્તવ, જયેશભાઇ મહેતા, હરેશભાઈ ત્રિવેદી, મયુરસિહ પરમાર, ચિંતનભાઈ દવે, હનુમંતસિંહ સોઢા તથા તેમની સમગ્ર ટીમ અને સરકારની આરોગ્ય ટીમે જહેમત ઉઠાવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS