વેકસીન વ્યવસ્થા ઓકસીજન પર: રસી ખલ્લાસ થતા બે દિવસ બંધ

  • July 08, 2021 11:00 AM 

મમતા દિવસનું બહાનું કાઢયા બાદ વધુ બે દિવસ જામનગરમાં વેકસીન નહીં અપાય : વેપારીઓ ચિંતામાં: મોટા ઉપાડે કોરોના વેકસીનની જાહેરાત કયર્િ બાદ જથ્થો ન આવતા તંત્ર મુંઝવણમાં: લોકો પરેશાન

કોરોનાની થર્ડ વેવને રોકવા માટે સરકાર દ્વારા થોડા દિવસ પહેલા મોટા ઉપાડે વેકસીન લો અને સુરક્ષીત બનો એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બુધવારે એટલે કે ગઇકાલે મમતા દિવસ છે એટલે વેકસીન નહીં અપાય એવું બહાનું કાઢીને જામનગર સહિત સમગ્ર રાજયમાં વેકસીનેશનનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો, ગઇકાલે સાંજે ફરીથી સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે હજુ બે દિવસ એટલે ગુવાર અને શુક્રવારે પણ વેકસીનેશનનો કાર્યક્રમ બંધ રહેશે આ જાહેરાતથી ખાસ કરીને વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે, તા. 10 સુધીમાં વેપારીઓને વેકસીન લેવી ફરજીયાત હતી તે સુચનાનો ફીયાસ્કો થઇ ચુકયો છે, હવે રસી ફરજીયાતને બદલે રસી ખલાસ તેમ કહેવામાં આવે છે. તંત્રની ઘોર વ્યવસ્થા સામે આવી છે અને વધુ બે દિવસ વેકસીન નહીં અપાય તેવી જાહેરાતથી લોકો ચિંતામાં મુકાઇ ગયા છે.

જામનગરને છેલ્લા અઠવાડીયાથી બે હજાર વેકસીન ફાળવવામાં આવે છે પહેલા એક કેન્દ્ર ઉપર 200 વેકસીન ફાળવવામાં આવતી હતી, અને 10 કેન્દ્રો ઉપર વેકસીન અપાતી હતી, ભારે ઉહાપોહ થયા બાદ મહાપાલીકાની આરોગ્ય ટીમે 20 કેન્દ્રો નકકી કયર્િ હતા અને દરેક કેન્દ્ર ઉપર 100 વેકસીન આપવાનું ચાલુ કર્યુ હતું, મંગળવારે સાંજે ઓચિંતી જાહેરાત કરવામાં આવી હતી કે બુધવારે મમતા દિવસ હોય એક દિવસ વેકસીનની કામગીરી જામનગર સહિત સમગ્ર રાજયમાં બંધ રહેશે પરંતુ ગઇકાલે સાંજે બીજી નવી જાહેરાત આવી કે સમગ્ર રાજયમાં ગુવાર અને શુક્રવાર વેકસીનેશનનો કાર્યક્રમ બંધ રહેશે આમ સરકાર ત્રણ દિવસ સુધી વેકસીન આપી શકશે નહીં.

રાજય સરકારે દરેક દુકાનદારોને તા. 10 જુલાઇ પહેલા વેકસીન લઇ લેવા આદેશ કર્યો છે પરંતુ 3 દિવસથી વેકસીન આપવાની કામગીરી બંધ રહી છે જામનગરમાં 55 ટકા જેટલુ વેકસીનેશન થઇ ચુકયુ છે, એક સમય એવો હતો કે જામનગર શહેર સમગ્ર રાજયભરમાં વેકસીનની કામગીરીમાં પ્રથમ આવ્યુ હતું ત્યારબાદ સરકારે મોટા મોટા હોર્ડીંગ્ઝ લગાવીને વેકસીન લો સુરક્ષીત બનો અને ત્રીજી લહેરથી બચો આવા પોસ્ટરો લગાવ્યા હતા પરંતુ ખુદ સરકાર જ પાણીમાં બેસી ગઇ છે, કોણ જાણે કેમ વેકસીનનો જથ્થો આવ્યો નથી, જામનગરને વેકસીન ફાળવાઇ નથી ત્યારે હજુ બે દિવસ સુધી વેકસીનેશનની કામગીરી બંધ રહેશે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેકસીનેશનની કામગીરી સાવ ધીમી પડી ગઇ છે, હજુ રજીસ્ટ્રેશન કરાવેલા 50 લોકોને વેકસીન આપવાની બાકી છે, હવે તો સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, જામનગરમાં 80 ટકા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો ઉપર કો વેકસીન ફાળવવામાં આવે છે પરંતુ અત્યારે મુંઝવણ એ થઇ છે કે જેમને 84 દિવસ થઇ ગયા છે તેમને બીજો ડોઝ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, સરકાર અવાર નવાર ડોઝની મુદતમાં વધારો ઘટાડો કયર્િ કરે છે જામનગરમાં યુવા વર્ગમાં વેકસીન લેવા માટેનો ઉત્સાહ માંડ જોર શોરથી શ થયો હતો તે હવે મંદ પડી ગયો છે, શનિવારથી ફરીથી શહેરમાં વેકસીનેશનની કામગીરી શ થશે. હજુ જામનગરને જથ્થો વધારવામાં આવ્યો નથી દરરોજ માત્ર બે હજાર વેકસીન આપવામાં આવે છે એટલે હવે સામાજીક સંસ્થાઓ પણ વેકસીનેશનના કેમ્પ કરવામાં કચવાટ અનુભવે છે કારણ કે મોડી સાંજે જામનગરમાં કયા કેન્દ્રો ઉપર વેકસીન અપાશે તેનું શેડયુલ જાહેર કરવામાં આવે છે.

જામનગર શહેરમાં વેકસીનેશનની કામગીરી ગઇકાલે બંધ હતી અને હજુ બે દિવસ બંધ રહેશે ત્યારે ખાસ કરીને તા. 10 સુધીમાં તમામ વેપારીઓને વેકસીન મુકાવવાની રહેશે તેવી સરકારની જાહેરાત થઇ પરંતુ હવે એ મુદતમાં પણ વધારો થશે એ પણ નકકી છે કારણ કે ત્રણ દિવસ સરકાર જ વેકસીન આપી શકી નથી આમ સમગ્ર રાજયમાં વેકસીનેશનની કામગીરી લકવાગ્રસ્ત બની ગઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS