જામનગરમાં હવે રવિ અને બુધવારે વેકસીનેશન બંધ રહેશે

  • July 15, 2021 11:12 AM 

ગઇકાલે રાજય સરકારે બહાર પાડેલો નવો ફતવો : બુધવારે મમતા દિવસ અને રવિવારે કર્મચારીઓને આરામ આપવા માટે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરી

જામનગર સહિત સમગ્ર હાલારમાં વેકસીનેશનની કામગીરીમાં ઠાગાઠૈયા કરવામાં આવે છે, અગાઉ મમતા દિવસના બહાને વેકસીન કામગીરી બંધ રખાયા બાદ વધુ બે દિવસ વેકસીન અપાઇ ન હતી, હવે તો સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે બુધવારે મમતા દિવસ અને રવિવારે કર્મચારીઓને રજા આપવી જોઇએ તેથી આ બે દિવસ જામનગર સહિત સમગ્ર રાજયમાં વેકસીનેશનની કામગીરી બંધ રહેશે.

જામનગરમાં આજે 20 સ્થળોએ વેકસીનેશન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, ગઇકાલે શહેરમાં વેકસીનેશનની કામગીરી બંધ હોવાના કારણે આજે વહેલી સવારથી જ આરોગ્ય કેન્દ્રો ઉપર લોકોની ભારે લાઇનો જોવા મળી હતી, જામનગર એક સમયે ગુજરાતમાં વેકસીન આપવાની કામગીરીમાં પ્રથમ સ્થાન ધરાવતુ હતું, પરંતુ અવાર નવાર વેકસીનેશનની કામગીરીમાં પ્રોબલેમ થવાના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડતો હતો, હવે ખુદ સરકારે બે દિવસ આ કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે, બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ રસીની કોઇ કમી નથી એવું નિવેદન આપ્યું છે તો પછી શા માટે રાજયમાં બે દિવસ વેકસીન નહી અપાય તેવો પ્રશ્ર્ન ઉઠયો છે.

આજ સવારથી શહેરમાં શાળા નં. 54/55 ધરારનગર, શાળા નં. 27/51 વાલસુરા રોડ, શાળા નં. 40 ધરારનગર-2, સર્વેશ્ર્વર મહાદેવ મંદીર શાંતીનગર, ગઢવી સમાજની વાડી માટેલ ચોક, જે.સી. મહેતા વિકાસગૃહ રોડ, વુલનમીલ કુમાર શાળા દિગ્જામ મીલ, લેઉવા પટેલ સમાજ રણજીતનગર, શાળા નં. 31 હિમાલય સોસાયટી, ગુલાબનગર આરોગ્ય કેન્દ્ર નં. 1, પાણાખાણ આરોગ્ય કેન્દ્ર જકાતનાકા પાસે, શાળા નં. 18/19 ગોકુલનગર, નિલકંઠનગર આરોગ્ય કેન્દ્ર નાનકપુરી, શાળા નં. 26, ખોજાનાકા, સતવારા સમાજની વાડી કાલાવડનાકા બહાર, શાળા નં. 13/14 સુભાષ માર્કેટ પાછળ ભોય સમાજની વાડી, મેઘજી પેથરાજ સ્કુલ 46 દી.પ્લોટ, ઇએસઆઇ હોસ્પીટલ પ્રણામી શાળા પાસે અને શાળા નં. 15મા, ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર નાગનાથ ગેઇટ પાસે વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)