જામનગરમાં આજે 20 સ્થળોએ વેકસીન આપવાનું શરૂ

  • July 23, 2021 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે 25 સ્થળોએ 6000 લોકોએ વેકસીન લીધી : ડોઝમાં વધારો કરાતા લોકોને રાહત : ગઇકાલે કેટલાક કેન્દ્રો ઉપર 150 થી 300 વેકસીન અપાઇ : જેલમાં 150 કેદીઓને બીજો ડોઝ અપાયો : કાના છીકારી ગામમાં વેકસીન આવી જ નથી

જામનગર શહેરમાં ગઇકાલે વધુ વેકસીન આવતા 25 સ્થળોએ 150 થી 300 સુધીની વેકસીન ફાળવવામાં આવી હતી અને આખા દિવસ દરમ્યાન 6 હજાર લોકોએ વેકસીન લીધી હતી, મંદિર, વૃઘ્ધાશ્રમ, જ્ઞાતીની વાડી સહિત તમામ આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ થયુ હતું, ખાસ કરીને ગઇકાલે વધુ વેકસીન આવતા લોકોને પણ રાહત થઇ હતી, જામનગરની જેલમાં 150 કેદીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો, બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં લાલપુરના કાનછીકારી ગામમાં ત્રણ-ત્રણ માસથી વેકસીન બહાર આવી નથી તેવી વાત બહાર આવી છે.

વેકસીન અંગે મહાપાલીકાના આરોગ્ય અધિકારી ડો. ઋતુજા જોશીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું ગઇકાલે મંદિર, વૃઘ્ધાશ્રમ, જ્ઞાતીની વાડી અને આરોગ્ય કેન્દ્રમાં થઇને કુલ 6 હજાર વેકસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો, કેટલાક સ્થળોએ 150 અને કેટલાક સ્થળોએ 300 વેકસીન ફાળવવામાં આવી હતી, જેમ-જેમ વેકસીન આવશે, તેમ તેમ વધુ કેન્દ્રો ઉપર વેકસીન ફાળવવામાં આવશે તેમ તેમણ કહયું હતું.

જામનગરમાં આજે પ્રાથમીક શાળા 27/51 વાલસુરા રોડ, શાળા નં. 54/55 ધરારનગર, શાળા નં. 40 ધરારનગર-2, આશાપુરામંદિર મચ્છરનગર, ગઢવી સમાજની વાડી માટેલ ચોક, જે.સી. મહેતા વિકાસગૃહ, વુલનમીલ શાળા દિગ્જામમીલ પાસે, એમ.પી. શાહ વૃઘ્ધાશ્રમ, મેહુલનગર, ગુલાબનગર આરોગ્ય કેન્દ્ર શાકમાર્કેટ, લાલવાડી શાળા જીડીશાહ પાસે, શાળા નં. 18/19 ગોકુલનગર પાણાખાણ આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 20 ઘાંચી કબ્રસ્તાન પાસે, નીલકંઠનગર આરોગ્ય કેન્દ્ર નાનકપુરી, લેઉવા પટેલ સમાજ રણજીતનગર, સતવારા સમાજની વાડી કાલાવડ નાકા બહાર, શાળા નં. 5/41 સેન્ટ્રલ બેંક પાછળ, કચ્છી ભાનુશાળી વાડી 58 દી. પ્લોટ, મેઘજી પેથરાજ શાળા નં. 46 દિ.પ્લોટ, શાળા નં. 15 ગોમતીપુર નાગનાથ ગેઇટ, દરેક કેન્દ્રમાં 100-100 વેકસીન ફાળવવામાં આવેલ છે. પડાણા પીએચસી કેન્દ્રમાં રસી મળતી નથી તેવી પણ લોકોની ફરીયાદ છે જયારે લાલપુર તાલુકાના કાના છીકારી ગામમાં છેલ્લા 3 માસથી વેકસીન આવી નથી, બીજા ડોઝ માટેનો સમય વીતતો જાય છે, કરાણા ગામમાં આઠ દિવસે માંડ એક વખત 25-30 લોકોને રસી અપાય છે, ખટીયા ગામમાં પણ રસી ઓછી મળે છે, આમ ગ્રામ્ય વિસ્તારમાં હજુ રસીકરણની કામગીરી સાવ ધીમી ચાલે છે, આજ સવારથી શહેરના 20 કેન્દ્રો ઉપર વેકસીન શરૂ થઇ છે, આવતીકાલે વધુ પુરવઠો આવશે તો કેન્દ્રોને વધુ વેકસીન આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS