જામનગરમાં આજથી ફરી 20 કેન્દ્રો ઉપર વેકસીનેશન શરુ

  • July 10, 2021 10:10 AM 

ત્રણ દિવસના વિરામ બાદ શહેરમાં આજે તમામ કેન્દ્રો ઉપર કોવીશીલ્ડ શરુ કરાઇ : પુરતો જથ્થો મળે તે માટે કોર્પોરેશનના પદાધિકારીઓએ સરકારમાં રજુઆત કરવાની જરીયાત

જામનગર શહેરમાં ત્રણ દિવસના ગાળા બાદ ફરીથી વેકસીનેશન આપવાની કામગીરી શરુ થઇ છે, શહેરના 20 કેન્દ્રો ઉપર વેકસીનેશન આપવાની કામગીરી શરુ થઇ ચુકી છે, પરંતુ આજે વેકસીનેશનમાં કોવીશીલ્ડ આપવામાં આવી રહી છે, જામનગર મહાપાલીકાના પદાધીકારીઓએ શહેરમાં વેકસીનની વધુ જરીયાત છે ત્યારે સરકારમાં રજુઆત કરીને વેકસીનનો જથ્થો વધુ મંગાવવો જોઇએ, આજ સવારના 7 વાગ્યાથી કેટલાક કેન્દ્રો ઉપર લાઇનો લાગી હતી.

સવારથી શાળા નં. 54-55 ધરારનગર, વાલસુરા રોડ પ્રાથમીક શાળા નં. 27/51, શાળા નં. 40 ધરારનગર, સર્વેશ્ર્વર મહાદેવ શાંતીનગર, કિલ્લોલ વિધાલય નવાગામ ઘેડ, જે.સી. મહેતા વિકાસગૃહ, વુલનમીલ કુમારશાળા, લેઉવા પટેલ સમાજ, એમ.પી.શાહ વૃઘ્ધાશ્રમ મેહુલનગર, મેઘજી પેથરાજ 46 દિ.પ્લોટ, મુરલીધર સ્કુલ ગુલાબનગર, આરોગ્ય કેન્દ્ર ગુલાબનગર, પાણખાણ આરોગ્ય કેન્દ્ર જકાતનાકા પાસે, શાળા નં. 18/19 ગોકુલનગર, શાળા નં. 15 ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર નાગનાથ ગેઇટ, નિલકંઠનગર આરોગ્ય કેન્દ્ર, સિંધી સ્કુલ નાનકપુરી, શાળા નં. 20 ઘાંચી કબ્રસ્તાન પાસે, શાળા નં. 26 ખોજાનાકા પાસે, સજુબા સ્કુલ રણજીત રોડ, શાળા નં. 6 સજુબા ગ્રાઉન્ડ (ગુલાબી શાળા), રણજીતરોડ જામનગર ખાતે સવારથી વેકસીનેશન આપવામાં આવી રહી છે.

આમ વેકસીનેશનની કામગીરી ત્રણ દિવસ બાદ શરુ થઇ છે ત્યારે આજ સવારથી જ કેન્દ્રો ઉપર ભારે ભીડ જોવા મળી હતી, જામનગરને વધુ વેકસીન મળે તે માટે જે પ્રયાસ થવા જોઇએ તે થતા નથી એ પણ હકીકત છે, દરરોજ માત્ર 20 કેન્દ્રો ઉપર કેન્દ્ર દીઠ 100 વ્યકિતને વેકસીન આપવામાં આવે છે, અને બે હજાર વેકસીન ફાળવવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS