દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે વેકસીનેશનની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ

  • June 08, 2021 10:49 AM 

તમામ ચાર તાલુકામાં હેલ્થ ઓફીસરનો સંપર્ક કરી, રસી મુકાવવી શકાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અભ્યાસ અર્થે વિદેશ જતાં વિદ્યાર્થીઓ કે જેમણે અગાઉ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, તેમજ હાલમાં 84 દિવસ પુરા નથી થયા તેવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં કે વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ અંગે આ વિદ્યાર્થીઓ માટે બીજા ડોઝની વેક્સિન લેવા માટે જુદા જુદા તાલુકામાં કાયમી વેકસીન સેન્ટર મુકરર કરવામાં આવ્યા છે. જેમાં ખંભાળિયાના અર્બન હેલ્થ સેન્ટર, ભાણવડમાં નગરપાલિકા હોલ, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકા માટે જે- તે તાલુકાના હેલ્થ ઓફીસરનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત વેકસીન માટે વિદ્યાર્થીઓએ વિદેશી યુનિવર્સીટીનો એડમીશન પત્ર, જે દેશમાં અભ્યાસ માટે જનાર હોય ત્યાંના માન્ય વિઝા, પાર્સપોર્ટ વિગેરે આધાર પુરાવા રજુ કરવાના રહેશે. આ બાબતે કોઇપણ મુશ્કેલી જણાય તો જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંન્ટ્રોલ રૂમના ફોન નં.૦૨૮૩૩- ૨૩૨૧૨૫ અથવા ૨૩૨૦૮૪ તથા ટોલફ્રી નંબર ૧૦૭૭ પર સંપર્ક કરી શકાશે.

આ સાથે તાલુકા કક્ષાએ સબંધિત મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમ  ખંભાળિયામાં ૦૨૮૩૩-૨૩૪૧૧૩, ભાણવડમાં ૦૨૮૯૬-૨૩૨૧૧૩, દ્વારકામાં ૦૨૮૯૨-૨૩૪૫૪૧ અને કલ્યાણપુર તાલુકામાં ૦૨૮૯૧-૨૮૬૨૨૭ પર સંપર્ક કરી શકાશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS