દિવાળીના તહેવારને અનુલક્ષીને કારખાનાઓમાં રજા પડતા જૂનાગઢની આંબાવાડી હીરા બજાર સૂમસામ બની છે.મંદીના ભરડામાં રહેલ હીરા બજારમા કારીગરો અગિયારસ પૂર્વે વતન ભણી રવાના થયા છે.ડચકા ખાઈ રહેલ હીરા ઉધોગમાં વેકેશન તો પડું છે.પરંતુ એક માસ સુધી લંબાવવામાં આવ્યું છે.ડિસેમ્બરમાં ફરીથી હીરા બજારમાં કામગીરી શ થશે.
અગાઉ દિવાળી આસપાસ ડાયમડં માર્કેટમાં અનોખો ચળકાટ જોવા મળી રહ્યો હતો.નવરાત્રીની સીઝનથી જ હીરા બજારના કારીગરોમાં કામગીરી માટે ખાસ સેશન રાખવા પડતા હતા. જોકે છેલ્લ ા ત્રણ વર્ષથી હીરા ઉધોગ મંદીમાં સપડાયો છે. જેથી કારીગરોને પૂરતી રોજગારી પ્રા થતી નથી. ઇઝરાયલ–યુક્રેન, અને હવે ઈરાન– ઇઝરાયલ યુદ્ધની અસરથી ડાયમડં બજારે ચળકાટ ગુમાવ્યો છે.એક સમયે રાત ભર ધમધમતી હીરા બજારને મંદીનું ગ્રહણ લાગ્યું છે.અગિયારસ પૂર્વેજ મીની વેકેશનથી કારખાનાઓ બધં થયા છે અને કારીગરો વતન ભણી રવાના થયા છે.સામાન્ય રીતે મોટાભાગના હીરાના કારખાનાઓમાં લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ કામગીરી શ કરવામાં આવે છે.પરંતુ આ વર્ષે મંદી હોવાથી દિવાળી વેકેશન એક માસ લંબાવવામાં આવ્યું છે.અને ડિસેમ્બરમાં કારખાનાઓ ખુલશે
હીરા બજારમાં વેકેશનથી સ્થાનિક બજારમાં અસર
જૂનાગઢમાં આંબાવાડીમાં કારીગરોની અવર–જવર થતી હોવાથી ડાયમડં માર્કેટમાં ધમધમાટ જોવા મળે છે. પરંતુ મીની વેકેશન શ થતા કારખાનાઓ બધં થયા છે અને કારીગરો વતન ભણી ગયા હોવાથી સ્થાનિક બજારમાં પણ મીની વેકેશન રહેશે જેથી આંબાવાડીમાં તો દિવાળીના દિવસોમાં પણ બજાર સુમસામ રહેશે.
૨૫ ટકા હીરાના કારખાનેદારોએ ધંધા બદલી નાખ્યા
જુનાગઢ ડાયમડં એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાણપરીયાના જણાવ્યા મુજબ ડાયમડં માર્કેટનું હબ ગણાતા આંબાવાડી બજારમાં ૩૦૦ થી વધુ અને જિલ્લ ામાં ૮૦૦ કારખાનાઓ આવેલા છે. જૂનાગઢમાં જ અંદાજિત ૩૦૦૦ કારીગરોને રોજગારી મળે છે. છેલ્લ ા બે વર્ષથી તો પોલીસિંગ ઉપરાંત રફ હીરાની મજૂરી મોંઘી હોવાથી કારીગરોને પૂરતું કામ મળતું નથી. ગત વર્ષે તો વેકેશન લંબાવવામાં પણ આવ્યું હતું.આ વર્ષે પણ આ જ સ્થિતિ સર્જાઈ છે. મંદીના કારણે ૨૫ ટકા હીરાના કારખાનેદારોએ તો રોજગારી માટે અન્ય વિકલ્પ પણ શોધી લીધા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech