આગામી તારીખ ૭ મે ના રોજ યોજનારી લોકસભાની ચૂંટણીના અનુસંધાને તારીખ ૭ ના રોજ મતદાનના દિવસે કારખાનાઓ ફેકટરીઓમાં અને શોપ એકટ અંતર્ગત રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ ચૂંટણીના અનુસંધાને આગામી તારીખ ૬ અને ૮ ના રોજ રાયભરની ૨૧૦ જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ પણ બધં રાખવામાં આવશે.
મળતી માહિતી મુજબ આ ૨૧૦ સબ રજીસ્ટાર કચેરીઓના મોટાભાગના સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવી હોવાથી મતદાનના આગલા દિવસે એટલે કે તારીખ ૬ ના રોજ અને મતદાનના દિવસે તારીખ ૭ ના રોજ ચૂંટણી ફરજના ઓર્ડર કરવામાં આવ્યા છે.અપૂરતા સ્ટાફના કારણે નોંધણી કામગીરી માટે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે અને તેમની કામગીરી સારી રીતે પૂરી થાય તે માટે તારીખ ૬ અને ૮ ના રોજ આવી ૨૧૦ સબ રજીસ્ટાર કચેરીઓમાં નોંધણીની પ્રક્રિયા બધં રાખવાનો નિર્ણય કરાયો છે.
રજીસ્ટાર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જે ૨૧૦ સબ રજીસ્ટાર કચેરીઓ બધં રહેવાની છે તેમની સત્તાવાર જાહેરાત કરી દેવાય છે. તારીખ ૬ અને ૮ મેના રોજ જેમણે એપોઇન્ટમેન્ટ લીધી હોય તેમના ટોકન અનબ્લોક કરવામાં આવ્યા છે જેથી પક્ષકારો પોતાની અનુકૂળતા મુજબ નવેસરથી એપોઇન્ટમેન્ટ લઈને દસ્તાવેજની નોંધણી કરાવી શકશે.
રાજકોટ જિલ્લામાં જામ કંડોરણા પડધરી વીંછીયા જસદણ અને જેતપુર ખાતે આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ તારીખ ૬ અને ૮ ના બધં રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અમરેલી આણદં બનાસકાંઠા ભચ ભાવનગર બોટાદ છોટા ઉદેપુર દાહોદ ડાંગ દ્રારકા ગાંધીનગર જામનગર જુનાગઢ કચ્છ ખેડા મહીસાગર મોરબી નર્મદા પંચમહાલ પાટણ પોરબંદર સાબરકાંઠા, સુરત સુરેન્દ્રનગર તાપી અને વલસાડ જિલ્લાની જે કચેરીમાં મોટાભાગનો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયો છે તેનો સમાવેશ કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech