અજય દેવગનની ફિલ્મ 'રેઈડ 2'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનું પહેલું પોસ્ટર અને રિલીઝ ડેટ પહેલેથી જ જાહેર કરવામાં આવી હતી. હવે નવા સમાચાર એ છે કે વાણી કપૂર આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં આવી ગઈ છે. પહેલા ભાગમાં ઇલિયાના ડીક્રુઝ જોવા મળી હતી.હાલમાં જ ટી-સીરીઝે અજય દેવગનની હિટ ફિલ્મ 'રેઈડ'ની સિક્વલની જાહેરાત કરી હતી. આ સમાચાર સાંભળીને ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. અમેય પટનાયકને ફરી એકવાર સ્ક્રીન પર જોવા ચાહકો ઉત્સુક છે. 'રેઈડ'માં અજય ઉપરાંત ઈલિયાના ડીક્રુઝ અને સૌરભ શુક્લાએ જબરદસ્ત એક્ટિંગ કરી હતી.'રેઈડ 2'માં ઈલિયાના ડીક્રુઝની જગ્યાએ વાણી કપૂર લીડ રોલમાં જોવા મળશે. વાણીએ 'શુદ્ધ દેશી રોમાન્સ', 'ચંદીગઢ કરે આશિકી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે આ ક્રાઈમ ડ્રામામાં અજયની પત્નીના રોલમાં જોવા મળશે. તે સેટ પર જોડાઈ ગઈ છે અને થોડા દિવસોમાં મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે. આ પહેલીવાર હશે જ્યારે અજય અને વાણી એકસાથે સ્ક્રીન શેર કરશે.'રેઈડ 2'માં તેના પહેલા ભાગની વાર્તાને આગળ વધારવામાં આવશે. અજય આઈઆરએસ ઓફિસર અમય પટનાયકના રોલમાં જોવા મળશે અને નવા કેસની તપાસ કરશે. જો કે, સિક્વલ એક કાલ્પનિક વાર્તા હશે, જ્યારે 2018 માં રિલીઝ થયેલી 'રેઇડ'માં વાસ્તવિક જીવનની વાર્તા દર્શાવવામાં આવી હતી. 1980માં સરદાર ઈન્દર સિંહના ઘરે આવકવેરા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડો લગભગ 5 દિવસ સુધી ચાલ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ખંભાળીયા ટિમ દ્વારા કરાયું વૃક્ષારોપણ
June 07, 2025 11:24 AMદ્વારકાધિશ મંદિરે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સહપરિવાર ધ્વજારોહણ
June 07, 2025 11:17 AMજામનગર આહીર સમાજના પ્રમુખ તરીકે વકીલ રણમલ કાંબરીયાની વરણી
June 07, 2025 11:14 AMભીમ અગિયારસ ખીલી : સૌરાષ્ટ્ર્રમાં જુગારના ૨૪ દરોડા ૧૫૧ જુગારી પકડાયા
June 07, 2025 11:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech