ગીતા વિદ્યાલય ખાતે વી.વી. ચેરી. ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

  • June 26, 2021 10:06 AM 

રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં, ટ્રસ્ટની સેવાકીય કામગીરીને બિરદાવી

શહેરના કે.વી. રોડ ખાતે આવેલ ગીતા વિદ્યાલયમાં વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત તથા રણછોડ દાસજી આશ્રમ રાજકોટ દ્વારા પ્રેરિત નેત્ર નિદાન કેમ્પમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી સંસ્થા દ્વારા હાથ ધરાતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ મંત્રીશ્રીને સંસ્થાકિય પ્રવૃતિઓ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે,આજના આ કેમ્પમાં હાલ 50 દર્દીઓ સારવાર લઇ ચુક્યાં છે જેમાંથી 17 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટના રણછોડદાસ આશ્રમ ખાતે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 900 જેટલા કેમ્પોનું આયોજન હાથ ધરી 13 હજાર જેટલા દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ જરૂરિયાતવાળા દર્દીઓને સ્થળ પર જ વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું છે. તેમજ સંસ્થાના પ્રમુખ તથા હોદ્દેદારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નેત્રદાન કેમ્પના સ્થળે સંસ્થાના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS