વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાર વર્ષમાં ચાર હજાર જરુરિયાતમંદોને ચશ્માનું કરાયું વિતરણ

  • June 09, 2021 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામગરના શ્રી વનીતાબેન વિશ્ર્વનાથ ત્રિવેદી ચેરીટેબલટ્રસ્ટના પ્રમભુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. તાજેતરમાં ટ્રસ્ટના કામ માટે રીક્ષામાં જતા, રીક્ષા ડ્રાઇવર સાથે વાતચીતમાં જણાયું કે તેમને નજીકનું અને દુરનું જોવામાં બહુ જ તકલીફ છે. રીક્ષા ડ્રાઇવીંગમાં પણ તકલીફ છે. અકસ્માત થવાનો સતત ભય છે.

કોરોના, લોકડાઉન, રાત્રી કર્ફયુના સમયમાં રીક્ષાનો ધંધો ન હોય, એક ટાઇમ રાત્રે ધમર્દિાનું જમીને ગુજરાન ચલાવતા ગરીબ રીક્ષા ચાલકને નટુભાઇ ત્રિવેદીએ રીક્ષા ડ્રાઇવર જયેશ રણછોડને ઓસ્ટ્રોમેટીસ્ટ પરેશ ખુડખુડીયા પાસે લઇ જઇ આંખ તપાસી નજીકના અને દુરના નંબર કાઢી આપી બંને ચશ્મા તત્કાલ મફત લઇ દઇ ભેટ આપ્યા હતા. ટ્રસ્ટ તરફથી છેલ્લા ચાર વર્ષમાં ચાર હાજર મફત ચશ્માનું લોકોમાં વિતરણ કરેલ છે. જે સેવા આજે પણ સતત ચાલુ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS