ચોરી કરવાની અવનવી ટેકનીક શોધવામાં ચોર માસ્ટર માઈન્ડ હોયજ પરંતુ ચોરી કરવાના તરીકા પણ વીઆઈપી હોઈ શકે. માત્ર નેતા ઓ જ લાઈટમાં ઉડાઉડ કરે એવું નથી, ચોરો પણ આવી લાઈફ જીવતા હોય. એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ચોરો બેંગલુથી લાઈટમાં ચોરી કરવા માટે ભોપાલ આવતા અને ચોરીને અંજામ આપી પાછા લાઈટમાં જ બેંગલુ ભાગી જતા. આવા ૨ સખ્સની પોલીસે ધરપકડ કરી છે.
ભોપાલમાં ગાંધીનગર વિસ્તારની પોશ કોલોનીઓમાં ચોરી કરનાર વીઆઈપી ચોરોની ટોળકીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ નિયાઝ શિવાજી નગર, બેંગલુનો રહેવાસી છે અને થોડા સમય પહેલા ગાંધીનગર સેન્ટ્રલ જેલમાં બધં હતો. તાજેતરમાં જ આરોપી જેલમાંથી મુકત થયો હતો. જેલની અંદર તેણે કેટલાક બદમાશો સાથે મળીને એક ગેંગ બનાવી હતી.આરોપી નિયાઝ બેંગલુથી લાઈટ ટિકિટ લઈને ભોપાલ આવતો હતો અને તેના સાગરિતો સાથે મળીને ગાંધીનગર લાલઘાટી વિસ્તારની કોલોનીમાં ચોરીને અંજામ આપતો હતો. પોલીસથી બચવા તેણે મોબાઈલ ફોન રાખ્યો ન હતો. તે લેન્ડલાઈન દ્રારા જગ્યાઓ બદલીને તેના સાથીદારો સાથે સંપર્કમાં રહેતો હતો. સામાનની વહેંચણી કર્યા બાદ નિયાઝ લાઈટ દ્રારા બેંગ્લોર પાછો જતો હતો
જેલમાં જ ગેંગ રચના કરી
બેંગલુનો રહેવાસી મોહમ્મદ નિયાઝ ગેંગનો માસ્ટરમાઇન્ડ છે. ભોપાલ સેન્ટ્રલ જેલમાં બધં હતો ત્યારે તેણે આખી ગેંગ બનાવી હતી. તે કોહેફિઝાના રાજુ ખત્રી અને સિહોરના આબિદ ખાનને જેલમાં મળ્યા હતા. અન્ય એક ગુનેગાર આમિર પણ જેલમાં આ ગેંગમાં જોડાયો હતો.
૫ લાખનો સામાન બરામદ
ગાંધીનગર પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી આશરે .૫ લાખનો સામાન કબજે કર્યેા છે. જેમાં ટુ વ્હીલર, મોટરસાયકલ, મોપેડ, સોના–ચાંદીના દાગીના, લેપટોપ, મોંઘી ઘડિયાળ અને રોકડનો સમાવેશ થાય છે. પોલીસ હવે એ શોધી રહી છે કે આરોપીઓએ અગાઉ કેટલી ચોરીઓ કરી છે અને કેટલો માલસામાન વેચી માર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech