સંત રામપાલજી લિખિત પુસ્તક માં વેદ પુરાણ થી વિરુદ્ધ નું લખાણ વાળા પુસ્તક નું જામનગર વેચાણ કરાતા વિહિપ ની ફરિયાદ

  • April 29, 2025 11:35 AM 

હિંદુ દેવી દેવતાઓ અંગે સત્ય થી અને વેદ પુરાણ થી વિરુદ્ધ  લખાણ  થયેલ પુસ્તકો નું વેચાણ કરવામાં આવતું હોવા થી માહિતી ના આધારે વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો એ અમુક ભાઇઓ અને બહેનો ને પોલીસે સ્ટેશન લઈ જઈ તેમની સામે પોલીસ માં ફરિયાદ કરી હતી. 

જામનગર માં રહેતા અને વિહિપ માં વિભાગ અધક્ષ તરીકે સેવા આપતા  ભરતભાઇ ડાંગરીયા રવિવારે સવારે પોતાના કારખાને હતા ત્યાર કિંજલભાઈ કારસરીયા નો ફોન આવ્યો  હતો કે, પટેલ પાર્ક આસપાસના વિસ્તારોમાં  મહિલાઓ અને પુરુષો વિસ્તાર માં અલગ-અલગ "સંત રામપાલજી" દ્વારા લીખીત બુકો વેચાંણ કરતા હતા જેથી  સ્થાનિકો એકત્ર થઇ ને વિરોધ કરી રહ્યા છે.


તેમ વાત કરતા ભરતભાઈ ડાંગરીયા ત્યાં પહોંચ્યા હતા.  બુક વિતરણ કરતા જ્યોતિબેન નવિનકુમર (રહે ઇનકમ ટેક્સ કોલોની , રાજપાર્ક , ગુલાબનગર જામનગર)  અને તેના સાથીઓ હોવાનું જાણવા મળ્યું  હતુ. જેની પાસે રહેલ પુસ્તકો તપાસતા "જ્ઞાન ગંગા" નામનુ પુસ્તક " સંત રામપાલજી મહારાજ " લીખીત પુસ્તક હતું. અને પ્રકાશન સતલોક આશ્રમ હરીયાણા દ્વારા પ્રકાશીત કરાયેલ હોવાનું જોવા મળ્યું હતું.

​​​​​​​જેમાં બુકના અલગ-અલગ પેજ ઉપર ભગવાન શીવ, રામ તથા કૃષ્ણ સહીતના હિંદુ દેવી-દેવતાઓ ને લઇ ને સત્ય થી અળગુ અને વેદ-પુરાણ થી વિરુધ્ધ ઉલ્લેખ કરાયેલ હોય જેથી હિંદુઓની આસ્થા અને લાગણીઓ ને ઠેસ પહોચે તે પ્રકારના પુસ્તકો જાહેરમાં ઘરે-ઘરે જઇ ને વેંચાણ કરતા હતા.જેથી સ્થાનિક લોકોએ પણ તેમનો આક્રોસ દર્શાવ્યો હતો. આ દરમ્યાન તેઓએ જણાવ્યુ હતુ કે અમારા ગુલાબનગરના આશ્રમ  થી આ બુક વિતરણ માટે લઇ આવેલ છીએ બાદ આ  અંગે પોલીસ ને જાણ કરવામા આવી હતી. તેમજ આ સાથે જ્ઞાન ગંગા નામની કુલ પાંચ બુકુ પોલીસ સમક્ષ રજુ કરવામા આવી હતી.


જે બુક બાબતે યોગ્ય/સઘન તપાસ કરવા માટે ભરતભાઈ ડાંગરિયાએ પોલીસ મા લેખિત ફરિયાદ અરજી કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application