ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે વિધાનસભાના વિશેષ સત્રમાં સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ કરશે. આ સંબંધિત ડ્રાટ તાજેતરમાં જ યુસીસી કમિટીએ સીએમ પુષ્કર સિંહ ધામીને સુપરત કર્યેા હતો. ઉત્તરાખડં યુસીસી અપનાવનાર પ્રથમ રાય બનશે.
ઉત્તરાખડં સરકારે મે ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાતોની એક સમિતિની રચના કરી હતી. સરકાર દ્રારા ૨૭ મે ૨૦૨૨ ના રોજ એક સૂચના જારી કરવામાં આવી હતી અને શરતો ૧૦ જૂન ૨૦૨૨ ના રોજ સૂચિત કરવામાં આવી હતી. સમિતિએ બેઠકો, પરામર્શ, ક્ષેત્રની મુલાકાતો અને નિષ્ણાતો અને જનતા સાથેની વાતચીત બાદ ડ્રાટ તૈયાર કર્યેા હતો. આ પ્રક્રિયામાં ૧૩ મહિનાથી વધુ સમય લાગ્યો હતો.
યુસીસી રાજયના તમામ નાગરિકો માટે તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના કાયદા માટે કાનૂની માળખું પ્રદાન કરશે. ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ–ઇન રિલેશનશિપ માટે કડક જોગવાઈઓ છે. જો નિર્ધારિત ધોરણોનું પાલન નહીં કરવામાં આવે તો નાણાકીય દડં અને જેલ પણ જવું પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરજિયાત નોંધણી ન કરવા પર છ મહિનાની જેલ અથવા ૨૫,૦૦૦ પિયાના દંડની જોગવાઈ છે. આ બંને સજા એકસાથે ભોગવવી પડી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુસીસીના ડ્રાટમાં લિવ–ઈન રિલેશનશિપને વિગતવાર રાખવામાં આવી છે. આ મુજબ, ફકત એક પુખ્ત પુષ અને પુખ્ત ક્રી જ લિવ–ઈન રિલેશનશિપમાં રહી શકશે. તે પણ, જો તેઓ પહેલેથી પરિણીત ન હોય અથવા કોઈ અન્ય સાથે લિવ–ઈન રિલેશનશિપમાં હોય તો જ. દરેક લિવ–ઇન વ્યકિતએ રજિસ્ટર્ડ વેબ પોર્ટલ પર ફરજિયાત રીતે નોંધણી કરાવવી પડશે. આ પછી તેને રજિસ્ટ્રાર ઓફિસમાંથી રજિસ્ટ્રેશનની રસીદ આપવામાં આવશે. તે રસીદના આધારે દંપતી ભાડા પર ઘર અથવા હોસ્ટેલ અથવા પીજી લઈ શકશે.
યુસીસી સાથે શું બદલાશે નહીં?
– ધાર્મિક માન્યતાઓ પર કોઈ તફાવત નથી
– ધાર્મિક રિવાજો પર કોઈ અસર નહીં
– એવું નથી કે લ કોઈ પંડિત કે મૌલવી દ્રારા જ કરાવવામાં આવે
– ખાનપાન, પૂજા, ડ્રેસિંગ વગેરે પર કોઈ અસર નહીં.
યુસીસી લાગુ થયા બાદ થશે આ બદલાવ
તમામ ધર્મેામાં છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વય ૧૮ વર્ષ હશે
– પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચે છૂટાછેડા માટે સમાન અધિકાર
– લિવ ઇન રિલેશનશિપ જાહેર કરવી જરૂરી છે
– લિવ–ઈન રજિસ્ટ્રેશન ન કરાવવા પર ૬ મહિનાની કેદ
– લિવ–ઈન મેરેજમાં જન્મેલા બાળકોને પ્રોપર્ટીમાં સમાન અધિકાર છે
– સ્ત્રીના પુનઃલગ્ન માટે કોઈ શરત નથી
–અનુસૂચિત જનજાતિના કાર્યક્ષેત્રની બહાર
– બહુપત્નીત્વ પર પ્રતિબંધ, જયાં સુધી પતિ કે પત્ની જીવિત છે ત્યાં સુધી બીજા લગ્ન નહીં
– લગ્ન નોંધણી જરૂરી નથી, નોંધણી વગર કોઈ સુવિધા નથી
– વારસામાં છોકરીઓને સમાન અધિકાર છે
– દરેક ધર્મમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદો
–જે કાયદો હિંદુઓ માટે છે તે જ અન્ય લોકો માટે પણ છે.
– છૂટાછેડા વિના એક કરતા વધુ વખત લગ્ન કરી શકશે નહીં
– મુસલમાનોને ચાર વખત લગ્ન કરવાની છૂટ નહીં હોય
યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ–ઇન રિલેશનશિપ માટે આ જોગવાઈ
– રજીસ્ટ્રરે નોંધણી કરાવેલ દંપતીના માતાપિતા અથવા વાલીને જાણ કરવાની રહેશે
– લિવ–ઇનમાં જન્મેલા બાળકોને તે દંપતિના કાયદેસરના બાળકો ગણવામાં આવશે
– તેને સગા બાળકો જેવા તમામ અધિકારો પણ મળશે
– લિવ–ઇન રિલેશનશિપમાં રહેતા દરેક વ્યકિતએ અલગ થવા માટે નોંધણી કરાવવી પણ ફરજિયાત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech