ઉત્તરાખંડમાં સન્માન નૈનીતાલમાં હવે દીકરીઓના નામથી ઓળખાશે ઘર

  • February 27, 2021 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નૈનીતાલમાં હવે દીકરીઓના નામથી ઘર ઓળખાશે. જિલ્લાતંત્ર દ્વારા નૈનીતાલ નગર પાલિકા ક્ષેત્રમાં ઘરને દીકરીઓના નામની ઓળખ આપવાની પહેલ કરી છે. આ માટે ઘરે ઘરે સર્વે કરીને માહિતી મેળવવામાં આવી. આજે ડોર ટુ ડોર લગાવવામાં આવતી દીકરીઓના નામની નેમપ્લેટ આપવામાં આવી. ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવતે શનિવારે એક કાર્યક્રમમાં આ યોજનનઓ શુભારંભ કર્યો હતો.

 

આથી આખા પ્રદેશમાં બેટી પઢાઓ અભિયાનને વધુ વેગ મળશે. તેના સાથે જ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવતે આજે નૈનીતાલમાં 4002.40 લાખ રૂપિયાના ખર્ચે 6 થી વધુ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. ઉલ્લેખનીય છે કે ડીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ ધીરાજસિંહ ગર્બ્યાલે જિલ્લામાં દીકરીઓના હિત માતે અનેક કામની શરૂઆત કરી છે. દીકરીઓને દુનિયામાં ઓળખ આપવા માટે જિલ્લામાં દરેક ઘરે નેમપ્લેટમાં દીકરીનું નામ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આંગણવાડીની બહેનોએ ખૂબ મહેનત કરીને  એક એક ઘરનો સર્વેકરીને માહિતી એકઠી કરી હતી. ત્યારબાદ તમામની નેમપ્લેટ બનાવીને આજે આપવામાં આવી છે. જેમાં ઘર ઉપર નેમપ્લેટ્માં દીકરીઓનું નામ મોટા અક્ષરે લખવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application