ઉનાળાની ઋતુમાં માત્ર ઘરની બહાર જ નહીં, પણ ફ્રિજની અંદર પણ જરૂર કરતાં વધુ ભેજ (નમી) જમા થવા લાગે છે. આ ભેજના કારણે ફ્રિજ ખોલતા જ એક અજીબ પ્રકારની દુર્ગંધ આવે છે અને પાલક, કોથમીર કે લીલા શાકભાજી એક-બે દિવસમાં જ સડી જાય છે અથવા મુરઝાઈ જાય છે. જો તમે પણ આ કાયમી ઝંઝટથી પરેશાન હોવ, તો સોશિયલ મીડિયા પર આજકાલ એક સસ્તો અને અદ્ભુત કિચન હેક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે તમારી આ મોટી ચિંતા માત્ર 5 રૂપિયામાં દૂર કરી શકે છે.
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી આ ટિપ્સમાં લોકો ફ્રિજના વેજીટેબલ ડ્રોઅર (શાકભાજી રાખવાના ખાના) માં માત્ર એક સૂકો અને સાફ સ્પંજ મૂકી રહ્યા છે. આ આઈડિયા પાછળનું વિજ્ઞાન ખૂબ જ સરળ અને ઉપયોગી છે
વધારાનો ભેજ સોષી લે છે
ફ્રિજના શાકભાજીના ખાનામાં જમા થતું વધારાનું પાણી કે ભેજ જ ફળો અને શાકભાજીને વહેલા બગાડે છે. સૂકો સ્પંજ આ બધી જ એક્સ્ટ્રા નમીને પોતાની અંદર સોષી લે છે, જેથી ફ્રિજનું તાપમાન સંતુલિત રહે છે.શાકભાજી લાંબો સમય તાજા રહે છે: ધાણા, પાલક, સ્ટ્રોબેરી અને કાકડી જેવા સંવેદનશીલ શાકભાજી ભેજ ઓછો થવાને કારણે લાંબા સમય સુધી ફ્રેશ અને કડક રહે છે અને ખોરાકનો બગાડ અટકે છે.
દુર્ગંધથી મુક્તિ
શાકભાજી સડવાને કારણે કે ભેજ ભેગો થવાને કારણે જે ગેસ ઉત્પન્ન થાય છે, તેને પણ આ સ્પંજ સોષી લે છે, જેનાથી ફ્રિજ હંમેશા સુગંધિત રહે છે.
વાપરવાની સાચી રીત અને સાવચેતી
એકદમ સાફ અને સૂકો સ્પંજ લઈને તેને શાકભાજીના ખાનાના કોઈ એક ખૂણામાં અથવા સાઇડમાં મૂકો. ધ્યાન રાખો કે તે સીધો ખાવાની વસ્તુઓ પર ન અડે.
ચોમાસા અને ઉનાળામાં બેસ્ટ
આ ટ્રિક ખાસ કરીને ભેજવાળી ઋતુઓમાં વધુ અસરકારક સાબિત થાય છે.
બેક્ટેરિયાથી બચો
સ્પંજ સતત પાણી સોષતો હોવાથી તેની અંદર બેક્ટેરિયા અથવા ફૂગ જમા થઈ શકે છે. તેથી, સમયાંતરે તેને બહાર કાઢીને ગરમ પાણીથી ધોઈ, બરાબર સૂકવીને જ ફરી વાપરવો. જો તેમાંથી વાસ આવવા લાગે તો નવો સ્પંજ બદલી નાખવો હિતાવહ છે.