ઉર્વશીની માતાએ ઋષભ પંતના સ્વાસ્થય અંગે પ્રાર્થના કરતા ટ્રોલ થયાં

  • January 03, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉર્વશીની માતાએ ઋષભ પંતના સ્વાસ્થય અંગે પ્રાર્થના કરતા ટ્રોલ થયાં

યુઝર્સે લખ્યું- હવે તો મમ્મી પોતે ફિલ્ડમાં આવી ગઇ છે, સાસુ-વહુની પ્રાર્થના હંમેશા ફળે છે

અભિનેત્રી ઉર્વશી રાઉતેલા અને ઋષભ પંતના રિલેશનને લઇ નેટિઝન્સ હંમેશા ટીકા કરવા તૈયાર હોય છે. પરંતુ ઘાયલ ઋષભ જ્યારે સારવાર હેઠળ છે ત્યારે પણ તેઓ ચૂકતા નથી. હવે તો તેમણે ઉર્વશીની માતાને પણ નથી છોડી. ઉર્વશીની માતાએ પંત માટે પ્રાર્થનાભરી પોસ્ટ કરતા તેમને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

ઉર્વશી અને ઋષભ પંતનું રિલેશન હોવાની અફવા અને ઉર્વશી દ્વારા મૂકવામાં આવતી પોસ્ટના કારણે ઘણી વખત તેને ટ્રોલ કવરમાં આવતી હોય છે. આ વખતે અભિનેત્રીની માતા મીરા રાઉતેલા ટ્રોલ થઈ રહી છે. મીરા રાઉતેલાએ હાલમાં જ અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જેના માટે કેટલાક યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઋષભ પંતનો થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો જેમાં તે માંડ માંડ બચી ગયો હતો, હાલમાં ક્રિકેટર દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મીરાએ આ પોસ્ટ  ખાસ ઋષભ માટે લખી છે. મીરાએ આ પોસ્ટમાં લખ્યું છે કે...

 એક તરફ સોશિયલ મીડિયાની અફવા અને બીજી તરફ સ્વસ્થ રહીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તરાખંડનું નામ રોશન કરવું. સિદ્ધબલીબાબા તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવે. તમે બધા પણ પ્રાર્થના કરો'.

મીરાએ આ પોસ્ટ કરતાની સાથે જ ઘણા યુઝર્સે કમેન્ટ કરી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું, એક યુઝરે લખ્યું કે...

 હવે મમ્મી પોતે ફિલ્ડમાં આવી ગઈ છે, રિષભ અને ઉર્વશીના રિલેશનમાં'. તો આ મુદ્દે અન્ય એક યુઝરે લખ્યું છે કે....

 સાસુ-વહુની પ્રાર્થના હંમેશા કામ આવે છે અને કેટલાક લોકોએ એક ડગલું આગળ વધીને લખ્યું છે કે...

 'જમાઈ સાજા થઈ જશે, ટેન્શન ન લો'.

ક્રિકેટર ઋષભ પંતના કારણે ઉર્વશી પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ થાય છે. તાજેતરમાં, જ્યારે ઋષભનો અકસ્માત થયો, તે પછી પણ, અભિનેત્રીએ કેપ્શન સાથે એક પોસ્ટ પોસ્ટ કરી - પ્રાર્થના કરી રહી છું. જેના પછી અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application