રિષભ પંતના સવાલ પર ઉર્વશી રાઉતેલાએ પિત્તો ગુમાવ્યો

  • March 27, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પત્રકાર પર ભડકેલી એક્ટ્રેસે કહ્યું- તમને શું TRP જ જોઇએ
  • ઉર્વશીના જવાબ પર નેટિઝન્સ ખફા, ફેન્સ થયા એક્ટ્રેસ પર ફિદા


બોલીવૂડની બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા પ્રોફેશનલ લાઈફ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસનું નામ વારંવાર ક્રિકેટર રિષભ પંત સાથે જોડાતુ રહે છે. તે તેના લવ-હેટ રિલેશનશિપ માટે ચર્ચામાં રહે છે.

જ્યારે પણ એક્ટ્રેસ તેના સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરે છે. નેટીઝન્સ તરત જ તેને રિષભ પંત સાથે જોડવા લાગે છે. ઈન્ટરવ્યુમાં ઉર્વશીને વારંવાર ક્રિકેટર વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. પરંતુ હવે આ બધી બાબતોને લઈને એક્ટ્રેસનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

ઉર્વશીનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક્ટ્રેસ ભયંકર ગુસ્સામાં જોઈ શકાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટન્ટ બોલીવૂડે શનિવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં પ્રેસ રિપોર્ટર ઉર્વશીને ક્રિકેટર રિષભ પંત વિશે સવાલ પૂછતી જોવા મળે છે. પરંતુ એક્ટ્રેસે આ સવાલો પર એવું રિએક્શન આપ્યું, જેના વિશે કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.

સામાન્ય રીતે દરેક સવાલનો ખૂબ જ બિંદાસ રીતે જવાબ આપનારી એક્ટ્રેસ આ વખતે થોડી નારાજ દેખાઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટર ઉર્વશી સાથે પંત વિશે વાત કરવાનો પ્રયાસ કરે છે, એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે. ઉર્વશી બૂમો પાડતા કહે છે,..

તમને શું જોઈએ છે તે જણાવો જરાં... તમને માત્ર ટીઆરપી જોઈએ છે, માત્ર ટીઆરપી જોઈએ છે પણ હું એવું થવા નહીં દઉં.

ઉર્વશીનો આ જવાબ સાંભળ્યા પછી, જ્યાં ફેન્સ તેના આ અંદાજની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોએ આ માટે એક્ટ્રેસ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. આ કડીમાં વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'હવે ઉર્વશીજી સમજદાર બની ગઈ છે, તે સમજી ગઈ છે કે તેણે પંત વિશે ક્યારે અને ક્યાં બોલવાનું છે.' બીજાએ લખ્યું, 'સાચો જવાબ, આ વસ્તુને આ જ રીતે હેન્ડલ કરી શકાય છે.' તો એક યુઝરે લખ્યું કે, 'પહેલા તેણે પોતે બૂમો પાડીને રિષભ ભાઈનું નામ લીધું, હવે જ્યારે સવાલો પૂછાઈ રહ્યા છે તો ગુસ્સો કેમ આવી રહ્યો છે?

 એક સમયે ઉર્વશી  અને રિષભ પંત રિલેશનશિપમાં હતા. આ રિલેશન લાંબો સમય ટકી શક્યો નહીં અને હવે રિષભ જીવનમાં આગળ વધી ગયો છે. જોકે, ઉર્વશી હજુ પણ તેની સાથે રહેવા માંગતી હોવાનું કહેવાય છે. ભૂતકાળમાં ક્રિકેટરના એક્સિડેંટ દરમિયાન ઉર્વશી ઘણી ચર્ચામાં આવી હતી. એક્ટ્રેસ મુંબઈમાં એડમિટ રિષભ પંતની હોસ્પિટલની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી હતી અને કેટલીકવાર તે તેની સલામતી માટે પ્રાર્થના કરતી પણ જોવા મળતી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application