ઉર્વશી રૌતેલાએ રિષભ પંત સાથેની ડેટિંગની અફવાઓ પર તોડ્યું મૌન

  • September 21, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારી પર્સનલ લાઈફ પ્રાઇવેટ રાખવી મને ગમે, અટકળોનું મારા જીવનમાં સ્થાન નથી

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને સ્ટાર ક્રિકેટર રિષભ પંતનું નામ અનેકવાર જોડવામાં આવ્યું છે. ઉર્વશી અને રિષભ પંતને લઈને ચાલતી ડેટિંગની એફવાઓ પર અભિનેત્રી એ સચ્ચાઈ જણાવી છે. ઉર્વશી રૌતેલાએ ચોક્ખું કહ્યું કે મારી પર્સનલ લાઈફ પ્રાઇવેટ રાખવી મને ગમે, અટકળોનું મારા જીવનમાં સ્થાન નથી,
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે ડેટિંગની અફવાઓને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર થતી ચર્ચાઓ પછી લોકોના મનમાં આ સવાલ અનેકવાર ઉઠી રહ્યો છે કે શું તેમના મનમાં હજુ પણ ક્રિકેટર માટે કંઈક છે?
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેનું નામ અનેકવાર ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાય ચૂક્યું છે. આટલું જ નહીં, ઉર્વશી આ કારણે ઘણી વખત ટ્રોલ પણ થઈ છે. તાજેતરમાં તેણે આરપી વિશે વાત કરી હતી.તેણીએ કહ્યું, મને આરપી સાથે મારી ઉડતી અફવાઓ અંગે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ મીમ્સ અને અફવાઓ પાયાવિહોણા છે.
ઉર્વશીએ આગળ કહ્યું, ‘મને મારી પર્સનલ લાઈફ પ્રાઇવેટ રાખવી ગમે છે. મારું ફોક્સ મારા કરિયર પર છે અને હું મારા કામ પ્રત્યે પેશનેટ છું. તે મહત્વનું છે કે, આવી બાબતોને ક્લિયર કરવી જોઈએ અને બિનજરૂરી અફવાઓ ફેલાવવાને બદલે સત્ય જાણવું વધુ સારું છે. મને ખબર નથી કે આ મીમ મટીરીયલ પેઝ કેમ આટલું ઉત્સાહિત હોય છે.
અફવાઓ વિશે વાત કરતા, ઉર્વશી રૌતેલાએ વધુમાં કહ્યું, ‘મારી અંગત જીવન વિશે બિનજરૂરી અફવાઓનો સામનો પડકારજનક હોઈ શકે છે. આવી વાતોથી બહાર આવવા માટે હું મારા કામ અને મારી પર્સનલ ગ્રોથને કંટ્રોલ કરી શકું તેના પર હું મારું ધ્યાન કેન્દ્રિત કરું છું. હું પ્રાઇવેસી જાળવી રાખીને અફવાઓ વિશે સ્પષ્ટપણે બોલવાનું પસંદ કરું છું અને અટકળોને મારી કારકિર્દી પર અસર થવા દેતી નથી.
ઉર્વશી રૌતેલા અવારનવાર ક્રિકેટર ઋષભ પંત સાથેના કથિત સંબંધને કારણે ચર્ચામાં રહે છે. વર્ષ 2022માં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આરપી નામનો વ્યક્તિ એક હોટલમાં ઘણા કલાકો સુધી તેની રાહ જોઈ રહ્યો હતો. આ પછી આરપીને રિષભ પંત સાથે જોડી દેવામાં આવ્યું. ઉર્વશીએ પ્રેમ અને હાર્ટબ્રેક પર એક ક્રિપ્ટીક પોસ્ટ પણ શેર કરી હતી. જ્યારે પંત ટીમ ઈન્ડિયાની મેચ માટે ઓસ્ટ્રેલિયા હતો ત્યારે ઉર્વશી પણ ત્યાં પણ હતી. જો કે, તેણે સ્પષ્ટતા કરી કે તેના જીવનમાં આરપી તેના સહ-અભિનેતા રામ પોથિનેની છે.
ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘કસૂર’માં જોવા મળશે, જેમાં આફતાબ શિવદાસાની લીડ રોલમાં છે. આ એક હોરર ડ્રામા ફિલ્મ હશે. આ સિવાય ઉર્વશી ટૂંક સમયમાં નંદમુરી બાલકૃષ્ણા સાથે ‘NBK109’ અને અહેમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બાપ’માં જોવા મળશે. ઉર્વશી અક્ષય કુમાર સ્ટારર ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application