બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને તેમના પૂર્વ પતિ મોહસિન અખ્તર મીર ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર મોહસિનની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના કારણે તેમના બીજા લને લઈને અટકળો તેજ બની છે. વિવિધ મીડિયા અહેવાલો મુજબ, મોહસિને તાજેતરમાં નિકાહ કર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેની પહેલી તસવીર પણ સામે આવી છે.
વાયરલ થયેલી તસવીરમાં મોહસિન પરંપરાગત લ વોમાં જોવા મળે છે, યારે તેમની સાથે ઉભેલી મહિલાનો ચહેરો સંપૂર્ણપણે છુપાવવામાં આવ્યો છે. આ કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે કે આખરે મોહસિને કોની સાથે લ કર્યા છે. જોકે, તસવીરમાં દેખાતી મહિલાની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
મોહસિન અખ્તર મીર અને ઉર્મિલા માતોંડકરે વર્ષ ૨૦૧૬માં લ કર્યા હતા. બંનેના લ તે સમયે ખૂબ ચર્ચામાં રહ્યા હતા, કારણ કે બંને અલગ પૃભૂમિમાંથી આવતા હતા. લ પછી લાંબા સમય સુધી બંનેએ પોતાનું વ્યકિતગત જીવન જાહેર ચર્ચાથી દૂર રાખ્યું હતું. પરંતુ વર્ષ ૨૦૨૪માં તેમના સંબંધોમાં તિરાડ પડાના અહેવાલો સામે આવ્યા હતા અને બાદમાં બંનેના છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
તાજેતરમાં સામે આવેલી તસવીર બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક ચાહકો મોહસિનને નવી જિંદગી માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે, યારે કેટલાક લોકો હજુ પણ આ લ અંગે સત્તાવાર પુષ્ટ્રિની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી મોહસિન અખ્તર મીર કે તેમની ટીમ તરફથી બીજા લ અંગે કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી.બીજી તરફ, ઉર્મિલા માતોંડકર પોતાના વ્યાવસાયિક અને સામાજિક કાર્યેામાં વ્યસ્ત હોવાનું જોવા મળે છે. અભિનેત્રી લાંબા સમયથી ફિલ્મો અને જાહેર જીવનમાં સક્રિય છે અને પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા મારફતે સતત જોડાયેલી રહે છે.
હાલમાં વાયરલ થયેલી તસવીર અને લના દાવાઓને લઈને ચાહકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. જોકે, મોહસિનના બીજા લ વિશેની સંપૂર્ણ વિગતો અને તેમની નવી જીવનસાથીની ઓળખ અંગે સત્તાવાર માહિતી બહાર આવે ત્યાર બાદ જ સમગ્ર સત્ય સ્પષ્ટ્ર થઈ શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application