ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં બનશે યુરીનલ અને ટોયલેટ બ્લોક

  • October 07, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરપાલિકા દ્વારા મિટિંગમાં સ્થળો નક્કી કરાયા



ખંભાળિયા શહેર એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીં આસપાસના આશરે 80 જેટલા ગામોનો વેપાર અને ગ્રામજનોની અવાર-જવર છે. તેમ છતાં પણ અહીં પૂરતા પ્રમાણમાં જાહેર શૌચાલય કે ટોયલેટ ન હોવાથી અહીં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


ત્યારે તાજેતરમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયેલી ખાસ સંકલન બેઠકમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુરીનલ તેમજ ટોયલેટ બનાવવા માટેની ચર્ચા બાદ આ અંગે સંબંધિત તંત્રને આદેશ કરવામાં આવ્યા છે.


ખંભાળિયાની હાર્દ સમાન મેઈન બજારમાં દરરોજ મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો ખરીદી માટે આવતા હોય, અહીં એકપણ ટોયલેટ- યુરીનલની સગવડ ન હોવાથી ખાસ કરીને મહિલાઓ કફોડી હાલતમાં મુકાઈ જાય છે. જેને અનુલક્ષીને મેઈન બજાર ઉપરાંત જોધપુર ગેટ પાસે જૂની ખડપીઠ નજીક નકામા બની ગયેલા વિશાળ ટાંકાને દૂર કરી, અહીં મુતરડી અને ટોયલેટ બ્લોક બનાવવા, નગર ગેઈટ તેમજ સ્ટેશન રોડ પર તેલી નદીના પુલ પાસે તથા ચાર રસ્તા વિસ્તારમાં પણ આ પ્રમાણે ટોયલેટ બ્લોક અને મુતરડી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેને અનુલક્ષીને નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી તેમજ તેમની ટીમ દ્વારા આ અંગેની કાર્યવાહી કરી, ટેન્ડર પ્રક્રિયા અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application