જામનગર જિલ્લામાં વ્યસન મુકિત કેન્દ્રની તાતી જરૂરીયાત

  • June 26, 2021 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના પ્રમુખ ડો. કલ્પના ખંઢેરીયા દ્વારા વ્યસન છોડાવવા માટે હાથ ધરાતી ઝુંબેશ

રાજયમાં રોજના ર૪૪ તથા દેશમાં ૫૪૩૫ નવા બાળકો વ્યસન લેતા શીખે છે. શાળાઓમાં ૩૦% તથા કોલેજોમાં ૭૦% વિધાર્થીઓ વ્યસન લેતા હોય છે. દર વર્ષે દસ લાખ નવા વ્યસનીઓનો વધારો થાય છે. ૫૦% દર્દીઓને કેન્સર થાય છે, ૫૦% માં નિદાન મોડું થાય છે.

ઘણાંને વ્યસન મુક્ત થવું છે, ઘણી વ્યકિતઓને આપણે સાંભળ્યા છે, '' મે ત્રણ વખત તમાકુનો ત્યાગ કરેલ હતો.''

શુ તમાકુ છોડવું શકય છે...?

તમાકુ / ધુમ્રપાન છોડવાનો નિર્ણય કરી, ચોકક્સ દિવસ નકકી કરી અને આ નિર્ણયને વળગી રહો, આપના ઘર અને કામના સ્થળે ઉપસ્થિત તમામ તમાકુની બનાવટો, લાઈટર, એશ-ટ્રે વગેરેનો નિકાલ કરી, પરિવારના સભ્યો તથા મિત્રોને આ માટે મદદરૂપ થવા જણાવો, તંદુરસ્ત જીવનશૈલી અપનાવો, દા.ત. નિયમિત ક્સરત કરો, યોગ કરો, ભરપુર માત્રામા પાણી પીઓ, લીલા શાકભાજી અને ફળ આરોગો, જે લોકો તમાકુ / ધૃમ્રપાનનું સેવન કરતા હોય તેવા લોકોની સંગત ટાળો, આ માટે ડોક્ટર અને આરોગ્ય કાર્યકરને માર્ગદર્શન માટે પુછો.

ડો. કલ્પના ખંઢેરીયા (સ્ત્રીરોગ નિષ્ણાંત) જામનગર કેન્સર રીસર્ચઈન્સ્ટીટયુટના પ્રમુખ તરીકે ૨૦૧૪ થી ૧૭ માં વ્યસન અંગે પરામર્શ અને જાગૃતિ લાવવા ૪૩6 સ્કુલોમાં, ૫૫૯૯૭ વિધાર્થીઓને વ્યસનમુકિત અગે નાટકો બતાવી કાઉન્સીલ કર્યા, સંતોની હાજરીમાં 'વ્યસનથી છુટાછેડા' નું આયોજન કરેલ હતું, ઘણાં પ્રયત્નો છતા પણ ૧૦% લોકોને તમાકુ છોડાવવામાં સફળ થયા. તેથી ૨૦૧૭ થી ૧૯ માં કાર્યશૈલીમાં બદલાવ લાવી માસ સ્ક્રીનીંગ દ્વારા મોઢાના કેન્સરની પ્રારંભિક તપાસ માટે સરકારી ઓફીસો (જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પોલીસ સ્ટાફ), ૧૦૦ થી વધારે કર્મચારી ધરાવતી ફેક્ટરીઓમાં, જ્ઞાતિમંડળો, એન.જી.ઓ., હોટલો તથા ધાર્મિક કાર્યકમોમાં શ્રૃંખલાબધ્ધ કેમ્પનું સફળ આયોજન કરેલ હતું, જેમાં ૪૩ કેમ્પ દરમિયાન કુલ ૪૪૧૦ વ્યકિતઓને તપાસેલ હતા, તેમાંથી ૪૫૪ વ્યકિતઓ કેન્સર થવાની શકયતા જોવા મળેલ જે ૧૦.૨૯% છે, ત્રીજો તબકકામાં ૨૦૨૧ થી વ્યુહરચના બદલી, જે ૧૦% લોકો પોતાને વ્યસન મુક્ત કરવા ઈચ્છે છે તેના પર ઘ્યાન કેન્દ્રિત કરી દાખલ થવાનો સુવિધા સાથેનુ વ્યસન મુકિત કેન્દ્ર / હોસ્પિટલની સગવડતા પૂરી પાડવી જરૂરી છે.

વ્યસનીઓને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે, નવા વ્યસની અથવા વિદ્યાર્થીઓ, વર્ષો જુના વ્યસનીઓ, બન્ને વચ્ચેની વ્યક્તિઓ. વ્યસનમુકિત કાર્યક્રમને પણ ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે, વ્યસન મુકિતનું યોગ્ય સંચાલન, સમયાંતરે વ્યસનમા ઘટાડો, ફરી પાછા વ્યસની ન બનવા દેવું. આ માટે દરેક વ્યસનીએ નીચે આપેલ ''કવીટ કેલ્ક્યુલેટર'' ની મદદથી પોતાની જાતેપોતાનો આંક નકકી કરવાની જરૂર છે.

વ્યસન મુકિત કેન્દ્રમાં પલ્મોનાલાજીસ્ટ / ચિકિત્સક, મનાચિકિત્સક / મનોવેજ્ઞાનિક, સલાહકારો / ટ્રેનર, આરોગ્ય / સામાજિક કાર્યકરનો સહિયારો પ્રયાસ સફળતા અપાવે છે તથા ટકાવી રાખે છે.

વ્યસનમુકિત હોસ્પિટલમાં ડિટોકિસફિકેશન, ન્યુટ્રિશ્નલ સારવાર, અરજ / તૃષ્ણા / ટ્રિગર / તણાવ / મજબૂરી / વેદના માટે સિમ્પ્ટોમેટિક સારવાર, મનોચિકિત્સક સારવાર (સી.બી.ટી.), નિકોટીન રીપ્લેસમેન્ટ થેરપી, ફાર્માકોથેરાપી - બ્યુપ્રોપીઅન એસ.આર., વારિનિકાલઈન, સઘન સારવાર તીવ્ર તબીબી / ન્યરોલોજીકરલ / જી.આઈ. શોક જેવી આમુલ સંભાળ લેવામાં આવે છે.

ભવિષ્યમાં આ અંગે આપણે લેવાના થતાં પગલા

કયાં સુધી યુવાધનને બરબાદ થવા દેશું...?, ફક્ત મોઢાનું કેન્સર નહી પણ વંઘ્યત્વ પણ તમાકુના વ્યસનથી આવે છે. પ થી ૧૫ વર્ષના બાળકો માટે શાળાઓની નજીકમાં તમાકુનું વેચાણ થતું અટકાવવું, પુખ્ત વ્યકિત માટે દરેક કોલેજો તથા ફેકટરીમાં પ્રવેશ સમયે જ તપાસી અંદર પ્રવેશ આપવો, વ્યસનીઓને દંડીત કરવા માટે નહી, પરંતુ વ્યસન મુકિત અંગે પ્રોત્સાહિત કરવા, ટ્રાફિક પોઈન્ટ પર હોર્ડીંગ્સ લગાવવા તથા સીનેમા ગૃહમાં વયસન મુકિત અંગે સ્લાઈડો બતાવવી, પાઠય પુસ્તક તથા નોટબુક પર વ્યસન મુકિત અગે સ્ટીકર લગાવવા.

તાજેતરમાં ''વિશ્વ તમાકુ નિષેધ દિવસ'' નિમીતે આવા પગલાં લેનાર એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલ તથા કે. બી. માંઢુ વિધાલય તથા મુદ્રા ઈન્ડીસ્ટ્રીઝના સચાલકોનું સન્માન કર્યું હતું.

અન્ય શાળાના તથા ફેક્ટીઓના સંચાલકો, જ્ઞાતિના આગેવાનો, મહાજનો, અધિકારીઓ, સંતો આ દીશામાં ક્યારે આગળ વધશે...? આવું એક ઉતકૃષ્ટ ઉદાહરણ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું બાદરપુર ગામ કે જે ગામે વ્યસનને જાકારો આપ્યો છે. આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહી મળે, કોઈ એવી દુકાન નહી મળે કે જયાં ગુટખા, પાન-મસાલા કે બીડી-સિગારેટ મળતી હોય, જયાંરે આખા ગામે રપ વર્ષથી વ્યસનને તીલાંજલી આપી દીધી છે, જેમાં તમામ ઉમરના લોકોએ સહિયારો સાથ સહકાર આપીને ઉમદા કાર્ય કર્યું છે.

આખા ગામને વ્યસન મુક્ત કરવું એ કોઈ નાનો નિર્ણય નથી, પણ ચોકક્સ ઐતિહાસિક નિર્ણય કહી શકાય. વર્ષ ૧૯૯૭ આસપાસ આ ગામના યુવાનનું વ્યસનના કારણે ગંભીર બીમારીથી અકાળે મૃત્યુ થયું હતું. જેના કારણે આખા ગામમા દુઃખ અને ચિંતા પ્રસરી ગઈ હતી, હવે પછી ગામમાં વ્યસનથી થતી ગંભીર બીમારીના કારણે કોઈ દુઃખદ ઘટના ન ઘટે તે માટે ૧૯૯૭ માં ગ્રામ પંચાયતના નેજા હેઠળ એક બેઠક કરી ગુટખા વેચવા તેમજ ખાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરે તો તેને દંડની જોગવાઈ પણ કરવાનું નકકી કરાયું હતું, ત્યારથી આજ દિન સુધી આ પ્રતિબંધ યથાવત છે.

બીજી અગત્યની વાત એ છે કે, આ ગામમાં ખેડૂતો ખેતરમાં પણ તમાકુનું વાવેતર નથી કરતા, આ પાછળનો હેતુ એ છે કે, આ ગામ એવું ઈચ્છી રહયું છે કે, આવા વ્યસનથી રાજય અને દેશ બચે, આ ગામના વેપારીઓ પણ આ બાબતને ઘ્યાનમાં રાખી ગુટખા અને તમાકુની બનાવટ વેચતા નથી, વેપારીઓનું પણ એવું કહેવું છે કે એમને આ પ્રતિબંધથી કોઈ નુકશાન નથી, અમે બીજો વ્યવસાય કરી લઈએ છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS