ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની તાતી જરૂરિયાત: તંત્રને લેખિત રજૂઆત

  • May 01, 2021 11:03 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા કે જ્યાં એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં અનેક ખૂટતી જરૂરિયાત વચ્ચે હાલ કોરોના દર્દીઓને સારવાર અપાઇ રહી છે. વર્તમાન સંજોગોમાં જિલ્લામાં એક માત્ર ખાનગી સેન્ટરમાં સીટી સ્કેન મશીન કાર્યરત છે. જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે સરકારી હોસ્પિટલ તથા ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટને ખૂબ લાંબો સમય લાગી રહ્યો છે. આ વચ્ચે કોરોના દર્દીઓ સીટી સ્કેન કરાવી અને સારવાર લઈ શકે છે. ત્યારે અહીંના જિલ્લાના એકમાત્ર સીટી સ્કેન સેન્ટરમાં ખૂબ જ લાંબી ભીડ રહે છે. અને ટેકનિકલ ક્ષતિ સર્જાતા આ સેન્ટરમાં સીટી સ્કેન થઈ શકતું નથી.

હાલની ગંભીર પરિસ્થિતિમાં આ મહત્વના મુદ્દે અહીંના જિલ્લા પંચાયતના સદસ્યા વેજીબેન એભાભાઈ કરમુરે અહીંના જિલ્લા કલેકટર અને એક લેખિત પત્ર પાઠવી આ સઘળી પરિસ્થિતિના નિરાકરણ માટે મહત્વના એવા સિટી સ્કેન મશીનને અહીંની સરકારી હોસ્પિટલમાં તાકીદે ફાળવવામાં આવે તે માટેની રજૂઆત કરી છે.

આમ, જિલ્લામાં હાલ કોરોના મહામારીમાં સરકારી હોસ્પિટલ ખાતે સીટી સ્કેન સેવા અનિવાર્ય અને મહત્વની બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ખંભાળિયા ખાતેે કોવિડ કેર સેન્ટરના ઉદ્ઘાટનમાં આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પણ આ ગંભીર મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS