અર્બન કો.ઓ. બેન્કનો સી.ઇ.ઓ. ઓફ ધ યરનો એવોર્ડ પોરબંદરના ફાળે

  • June 04, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિભાગીય નાગરિક સહકારી બેન્કના સી.ઇ.ઓ.ને નાગરિક સહકારી બેન્કનો શ્રેષ્ઠત્તમ એવોર્ડ એનાયત કરવામાં આવતા ખુશીની લાગણી વ્યકત કરવામાં આવી હતી. 
શહેરના હૃદય સમા હરીશ ટોકીઝ વિસ્તારમાં આવેલ પોરબંદર વિભાગીય નાગરિક  બેંક લિમીટેડ છેલ્લા ઘણા વખતતથી બેન્કિંગ ક્ષેત્રે પોરબંદરનું અમૂલ્ય આમૂષણ બની રહી છે. બેન્કના જનરલ મેનેજર તેમજ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ભાવિકભાઇ દેવાણીના માર્ગદર્શન હેઠળ ઉત્તમ મેનેજમેન્ટ અને કાર્યક્ષમ સ્ટાફની ગ્રાહકલક્ષી કામગીરીને કારણે આ બેન્ક ગ્રાહકોમાં વિશ્ર્વસનીયતા ઉભી કરી, સોના પર ધિરાણ(ગોલ્ડલોન) માટે શહેરમાં આગવું અને અનોખું સ્થાન ધરાવતી બેન્ક બની ચૂકી છે. તેમજ બેન્કીંગ ક્ષેત્રે સફળતાના ઉચ્ચ શિખરો સર કરી રહી છે.
તાજેતરમાં  મુંબઇની ‘ધ લલિત’ નામની એક પંચાતરક હોટલમાં રાષ્ટ્રીયકક્ષમાનો ‘ભારત કો-ઓપરેટીવ બેન્કિંગ સમિટ-૨૦૨૫’ દ્વારા નાગરિક સહકારી બેંક માટેનો એક ઉચ્ચકક્ષાનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ‘બેસ્ટ સી.ઇ.ઓ. ઓફ ધ યર અર્બન કો-ઓપરેટીવ બેંક,ગુજરાત’નો એવોર્ડ પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક લિમિટેડના સી.ઇ.ઓ. એન્ડ જી.એમ. ભાવિકભાઇ દેવાણીને એનાયત કરવામાં આવ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ માટે ભારત કો-ઓપરેટીવ બેન્કિંગ સમીટની જ્યુરી દ્વારા સમગ્ર ગુજરાતની નામાંકન પામેલી તમામ સહકારી બેન્કના બધા જ માનદંડોને ચોકસાઇપૂર્વક તપાસવામાં આવે છે. જેમાં પ્રત્યેક બેન્કના સી.ઇ.ઓ.ની શૈક્ષણિક લાયકાત, તેમનો અનુભવ, તેમની બેન્કની કામગીરી, વિશ્ર્વસનીયતા અને આત્યંતિક સફળતા વગેરેનો સમાવેશ થતો હોય છે. આ બધાજ માનદંડો બાબતે ભાવિકભાઇ દેવાણી ખરા ઉતર્યા અને અવ્વલ દરજ્જો પામ્યા એટલે તેઓને આ નાગરિક સહકારી બેન્કનો અતિ સન્માનનીય ગણાતો એવોર્ડ ‘બેસ્ટ સી.ઇ..ઓ ઓફ ધ યર અર્બન કો-ઓપરેટીવ બેંક-ગુજરાત’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જો કે, એ દિવસે પોતાની બેંકમાં અડીટની કાર્યવાહી ચાલુ હોવાથી ભાવિકભાઇ ત્યાં એવોર્ડ લેવા ઉપસ્થિત રહી શકયા નહોતા એટલે ભારત કો-ઓપરેટીવ બેન્કીંગ સમિટ દ્વારા આ એવોર્ડ ભાવિકભાઇને આંગડીયા દ્વારા પહોંચતો કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પોરબંદરના પ્રબુધ્ધજનો સુધી પહોંચતા ભાવિકભાઇ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી હતી. ભાવિકભાઇએ સહુ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application