ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ, ટીપીઓ સાગઠિયા ઉપર એસીબીનું સર્ચ ઓપરેશન અને ત્યારબાદ ટીપી બ્રાન્ચનું સમગ્ર માળખું વિખેરી નાખતા શ્રેણીબધ્ધ હુકમો બાદ સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને એક પછી એક અધિકારીઓ અને ઇજનેરો ધડાધડ સ્વૈચ્છિક રાજીનામાં આપી રહ્યા છે, ગઈકાલે ટીપી બ્રાન્ચના ઇજનેર આર.જી. પટેલએ રાજીનામુ આપ્યા બાદ હવે વધુ બે ઇજનેરોએ રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો છે. હજુ કેટલા રાજીનામા પડશે તે મામલે ચચર્િ જાગી છે. દરમિયાન એક ઇજનેરની ઓફિસમાં જ તબિયત લથડતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલએ ખસેડવા પડ્યા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઇજનેર નીતિન રામાવતએ સ્વૈચ્છીક રાજીનામુ આપ્યું છે, તદઉપરાંત ઇજનેર ચેતન ભટ્ટએ પણ રાજીનામુ આપ્યું છે.
આમ આજે વધુ બે ઇજનેરોએ રાજીનામાં આપ્યાની વિગતો બહાર આવી છે અને હજુ અનેક ઇજનેરો તેમજ અધિકારીઓએ રાજીનામાં તૈયાર રાખ્યા છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે મહાપાલિકામાંથી કુલ ત્રણ ડઝન જેટલા ઇજનેરો અને અધિકારીઓના રાજીનામાં તૈયાર છે, ખાસ કરીને આ કોઈ નાટકીય રાજીનામાં કે પ્રેશર ટેક્નિક હેઠળના રાજીનામાં નથી. વાસ્તવિક રીતે જ તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી નોકરીને અલવિદા કરીને અન્ય કોર્પોરેટ કંપ્ની કે અન્યત્ર જ્યાં આગળ જે કોઈ કામ મળે તે કરવા માટે તૈયાર છે.
અગાઉ ટીપી બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ અન્ય બ્રાન્ચમાં ફરજ બજાવતા એક ઇજનેરની ઓફિસમાં તબિયત લથડતા તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન ટીપી બ્રાન્ચનું સમગ્ર માળખું વિખેરીને નવી નિમણુંકો અપાઇ ત્યારબાદ જેમને નિમણુંકો અપાઈ તેમણે દરેકે ચાર્જ તો સંભાળી લીધો પરંતુ ત્યારબાદ રજા ઉપર ઉતરી ગયા છે જેના લીધે કામકાજ ઠપ્પ થઇ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech