રાજકોટના જુના એરપોર્ટ પરથી એનઓસીમાંથી મુક્તિ મળ્યા બાદ હવે શહેરમાં કોઇપણ બાંધકામ માટે નવ મીટરથી વધુ ઉંચાઇના તમામ ડેવલોપમેન્ટ પ્લાન માટે એરપોર્ટની એનઓસી ફરજિયાત મેળવવાની રહેશે તેના પરિપત્ર બાદ બિલ્ડર લોબીમાં હોબાળો મચી જવા પામ્યો છે. આ પરિપત્રને લઇને દિલ્હી સુધી રજૂઆતોનો રેલો પહોંચ્યો છે.
રાજકોટ શહેર અને શહેરી વિકાસ સત્તામંડળ હેઠળના વિસ્તારમાં નવ મીટરની ઉંચાઇના બિલ્ડીંગ માટે એરપોર્ટ એનઓસીના અમલથી કકળાટ શ થયો છે. કારણ કે, હિરાસર એરપોર્ટથી 20થી 56 કિલોમીટરની ત્રિજીયામાં આવતા તમામ વિસ્તારમાં ઇનવર્ડ થતાં નવા બાંધકામ પ્લાનો માટે આજથી નિયમના અમલ થયો છે. જેના કારણે રાજકોટ ઉપરાંત શાપર, મેટોડા અને સુરેન્દ્રનગર સહિતને આ નિયમ અસરકર્તા બનશે.
તાજેતરમાં કેન્દ્ર સરકારના ઉડ્ડીયન મંત્રાલયે રાજકોટના જુના એરપોર્ટના એનઓસીના નિયમને રદ કરતા બિલ્ડર લોબીએ રાહત અનુભવી હતી પરંતુ વળી નવી અડચણ એ આવી છે કે, નવા એરપોર્ટથી 20 કિલોમીટર વિસ્તારમાં 150 મીટર સુધીના બિલ્ડીંગ માટે એનઓસીની જર નહીં પડે પરંતુ 20થી 56 કિલોમીટર સુધીના વિસ્તારમાં મેપ નકકી નથી થયો આથી રાજકોટના શહેરી અને ડાના વિસ્તારમાં કોઇપણ બાંધકામ માટે એરપોર્ટનું એનઓસી લેવું ફરજિયાત બન્યું છે. આ પરિપત્રના પગલે બિલ્ડર્સ-ડેવલોપર્સ દ્વારા એરપોર્ટ ઓથોરિટીથી લઇ રાજય સરકાર સુધી રજૂઆતો ચાલી રહી છે. આ પરિપત્રના પગલે હાલમાં 20થી 56 કિલોમીટર સુધીમાં નાના બાંધકામ 9 મીટર સુધીના તમામ બાંધકામોના પ્લાન મંજુર કરવાનું સ્થગિત કરી દેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
આ અંગે બિલ્ડરોએ જણાવ્યું હતું કે, નવા હિરાસર એરપોર્ટથી 56 કિલોમીટરના વિસ્તારને રેન્જમાં ગણવામાં આવ્યો છે. આથી નિયમોમાં વિસંગતતા આવી હોવાથી બિલ્ડર લોબીએ તંત્રને 20થી 56 કિલોમીટરના વિસ્તારનો મેપ જાહેર કરવા સુચન કર્યું છે. ડા દ્વારા કરાયેલા લેખીત પરિપત્રમાં 20થી 56 કિલોમીટરના ત્રિજીયા વિસ્તારમાં એરપોર્ટ ઓથોરિટીનું એનઓસી મેળવ્યા વગર કોઇપણ બાંધકામને મંજૂરી આપવામાં આવશે નહીં. સમાવિષ્ટ લોકલ બોડી દ્વારા કલર કોડ ઝોન મેપ અને તેની ગાઇડલાઇન મુજબ પરવાનગી આપવાની રહેશે. જે બાંધકામોના ટોપ એલીવેશન એટલે કે, કલર કોડ, મેપ ઝોનની મહત્તમ ઉંચાઇના નકશામાં નિર્દેશ થતી મહત્તમ મળવાપાત્ર ઉંચાઇ કરતા વધુ હોય તેવા કિસ્સામાં એરપોર્ટ ઓથોરિટીનું એનઓસી મેળવવાનું રહેશે.
આર્કિટેક્ટસ-ક્ધસલ્ટીંગ એન્જિનિયર્સ ગાંધીનગર સુધી રજૂઆત કરવા તૈયાર
રાજકોટના મધ્યમાં આવેલા જૂના એરપોર્ટની એનઓસીમાંથી મુક્તિ મળી છે ત્યારે હવે શહેરી વિસ્તારમાં ઉંચાઈ મયર્દિાનો નિયમ નવા એરપોર્ટને લઈને અડચણપ બની રહ્યો છે. લાંબા સમયની માગણીના સ્વીકાર બાદ ફરી નવ મીટરની ઉંચાઈના પરિપત્રથી બિલ્ડર લોબી, સિવિલ એન્જિનિયર્સ, આર્કિટેક્ટસ-ક્ધસલ્ટીંગ એન્જિનિયર્સમાં કચવાટ ઉભો થયો છે. જો આ પરિપત્રમાં બદલાવ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવા તૈયારી દાખવી છે. અગાઉ પણ જૂના એરપોર્ટનું એનઓસીનો નિયમ દૂર થયો ન હતો ત્યારે રાજકોટ બિલ્ડર એસોસીએશન અને ક્રેડાઈ દ્વારા મુખ્યમંત્રીથી લઈ ઉડ્ડયન મંત્રી સુધી રજૂઆતો કરી હતી. જો આ પરિપત્ર સ્થગિત નહીં થાય તો ફરી એક વખત માગણી સાથે બિલ્ડરો અને આર્કિટેક્ટસ ગાંધીનગર સુધી પહોંચશે.
કલરકોડ મેપ્ના આધારે જૂદા જૂદા વિસ્તારોમાં ઉંચાઈની મંજૂરી મળે છે
કલરકોડ મેપ્ના આધારે અલગ અલગ વિસ્તારોની ઉંચાઈ વર્ગીકૃત થતી હોય છે એરપોર્ટના કલરકોડ ઝોન મેપમાં બ્લુ ઝોનમાં 40 મીટરની અનુમતી પાત્ર ટોચની ઉંચાઈ સાથે, લીલા કલરમાં 52 મીટરની ઉંચાઈ, પીળા કલરમાં 58 મીટરની ઉંચાઈ, આર્મી ગ્રીન કલરમાં 98 મીટરની ઉંચાઈ અને પીચ કલરમાં 110 મીટરની ઉંચાઈનો સમાવેશ થતો હોય છે. જ્યારે જાંબલી રંગમાં બાંધકામ માટે એરપોર્ટ ઓથોરિટીના કોઈપણ એનઓસીની જર પડતી નથી. લાઈટ બ્લુ ઝોનમાં 125 મીટર અને 140 મીટર આ એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટ પર કલરકોડ ઝોન મેપમાં અપડેટ કરાઈ છે જ્યારે રેડ ઝોનમાં એરપોર્ટના ટ્રાન્ઝીક્ટ એરિયા માટે દશર્વિેલો હોય છે. જેમાં એરપોર્ટનો એપ્રન, ટેકઓફ અને અન્ય સંવેદન વિસ્તાર હોય તો આ બાંધકામ સાઈટ માટે મંજૂરી મેળવવા એનઓસી ફરજિયાત છે.
NOCના દલાલો ફુટી નીકળ્યા! જર મુજબના ભાવ!
જૂના એરપોર્ટના પ્રમાણપત્રની ઝંજાળમાંથી બિલ્ડરોને માંડ મુક્તિ મળી અત્યાર સુધી જૂના એરપોર્ટની આજુબાજુના બિલ્ડીંગ માટે ઉંચાઇ મયર્દિાના નિયમોના કારણે મોટા પ્રોજેક્ટો શહેરની બહાર કરવા પડતાં હતા. નવા એરપોર્ટની એનઓસીની વિસંગતતાથી નવ મીટરની ઉંચાઈ મયર્દિાને લઈને અનેક અડચણો ઉભી થઈ છે જેનો લાભ હવે દલાલો લેવા લાગ્યા હોય તેમ એનઓસી માટે એકાએક દલાલો ફૂટી નીકળ્યા છે. 20થી 56 કિલોમીટરના વિસ્તારમાં એનઓસી વગર ત્રણ માળના મકાનનો પ્લાન પણ મંજૂર ન થાય તેવી સ્થિતી ઉભી થઈ છે ત્યારે એનઓસીના દલાલો જેવી ગરજ તેવા ભાવ લોકો પાસેથી પડાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
25 મીટર સુધીની મંજૂરી શહેરી વિસ્તારમાં મળવી જોઇએ: બિલ્ડર્સ
જૂના એરપોર્ટના એનઓસીમાંથી મુક્તિ મળ્યાના થોડા જ દિવસોમાં ફરી શહેરમાં કોઇપણ બાંધકામ માટે નવા એરપોર્ટની એનઓસી ફરજિયાત બની પરંતુ 20થી 56 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાતા વિસંગતતાઓ ઉભી થઇ છે. એક તરફ આ પરિપત્ર અને બીજી તરફ બિલ્ડર લોબીએ આ વિસ્તારમાં નવ મીટરના બદલે 25 મીટરની મંજૂરી શહેરી વિસ્તારમાં માગણી કરી છે. નવા નિયમના આધારે ત્રણ માળનું ટેનર્મિેન્ટ પણ બનાવવું હોય તો મંજૂર ન થાય તેવા સંજોગો આ નિયમના લીધે ઉભા થયા છે.
ફેરફાર માટે વિચારણા કરી રહ્યા છીએ: રૂડાના સીઈઓ મિયાણી
રૂડાના સીઈઓ મિયાણીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એરપોર્ટની એનઓસીમાં 20થી 56 કિલોમીટરની ત્રિજ્યામાં નવ મીટરની હાઈટનો મુદ્દો લાગુ પડે છે. જોકે ફેરફાર માટે વિચારણા ચાલી રહી છે. એરપોર્ટના કલરકોડ ઝોન મેપિંગના આધારે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઉંચાઈ દશર્વિવામાં આવી છે. જેના આધારે આ નિયમમાં ફેરફાર થઈ ઉંચાઈ વધારવા માટેની સંભાવના તેઓએ વ્યક્ત કરી હતી.
ટૂંક સમયમાં નવો હુકમ - પરિપત્ર આવી શકે: મ્યુનિ. ટીપીઓ પંડ્યા
રાજકોટમાં કોઈપણ બાંધકામ માટે નવા એરપોર્ટની એનઓસીનો નિયમ ફરજિયાત બન્યો છે જેને લઈને બિલ્ડીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યવસાયિકોમાં દેકારો મચી ગયો છે. આ બાબતે કોર્પોરેશનના ઈન્ચાર્જ ટીપીઓ પંડ્યાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ નિયમમાં ફેરફાર થશે જે અંગેનો હુકમ અને પરિપત્ર આવશે. બિલ્ડીંગની ઉંચાઈને લઈને ચેન્જ લાવવા માટે મીટીંગો ચાલી રહી છે. ફરી ટૂંક સમયમાં મીટીંગ મળશે જેમાં ડાના ચેરમેન અને મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈના માર્ગદર્શન સાથે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ફેરફાર માટે વિચારણા કરી રહ્યા છીએ: ડાના સીઈઓ મિયાણી
ડાના સીઈઓ મિયાણીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એરપોર્ટની એનઓસીમાં 20થી 56 કિલોમીટરની ત્રિજ્યામાં નવ મીટરની હાઈટનો મુદ્દો લાગુ પડે છે. જોકે ફેરફાર માટે વિચારણા ચાલી રહી છે. એરપોર્ટના કલરકોડ ઝોન મેપિંગના આધારે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઉંચાઈ દશર્વિવામાં આવી છે. જેના આધારે આ નિયમમાં ફેરફાર થઈ ઉંચાઈ વધારવા માટેની સંભાવના તેઓએ વ્યક્ત કરી હતી.
રૂડાએ દશર્વિેલ 9 મીટરની હાઇટમાં બદલાવ લાવવા એરપોર્ટ ઓથોરિટીએ કર્યું સૂચન
એનઓસીના નવા પરિપત્ર સંદર્ભે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડાએ આ પરિપત્રમાં નવ મીટરની ઉંચાઇ આપી છે તેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુધારો કરવા સુચન કરવામાં આવ્યું છે. શુકવારે ડા સાથે એરપોર્ટ ઓથોરિટીની મિટિંગ મળી હતી જેમાં 9 મીટરની હાઇટમાં બદલાવ લાવવા માટે સૂચન કર્યું હતું. તેમ છતાં ડાએ 9 મીટરની ઉંચાઇના પરિપત્ર જાહેર કર્યો છે. કલર કોડ ઝોન મેપ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા માપદંડો પ્રમાણે ઉંચાઇનું વર્ગીકરણ થતું હોય છે. રાજકોટની વાત કરીએ તો 100 મીટર સુધીની ઉંચાઇમાં સરળતાથી બિલ્ડીંગ બની શકે છે. ટૂંક સમયમાં નવા મેપ અને નવી હાઇટ સાથેનો પરિપત્ર જાહેર કરાશે. જયારે નવ મીટરની વાત છે ત્યારે જૂના એરપોર્ટથી હિરાસર એરપોર્ટ સુધીના નેવીગેશન મેપમાં ખુબ જ ઓછી જગ્યામાં એકાદ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. જોકે, તેમાં પણ બદલાવ આવશે તેવું ઓથોરિટીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આ બાબતે મને ખ્યાલ નથી: ડા ટીપીઓ નિમાવત
રૂડાએ આ પરિપત્રને અમલી બનાવી દીધો તેમ છતાં રૂડાના ટીપીઓ દિપક નિમાવત આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેઓએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરતા કહ્યું કે આ પરિપત્ર પ્રસિદ્ધ થયો ત્યારે હું આ પ્રક્રિયામાં જોડાયો નથી અને આ પરિપત્ર અંગે હું અજાણ છું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech