બંગાળમાં સ્ટ્રોંગરૂમમાં ગરબડના મુદ્દે બબાલ: મમતા બેનર્જી ખુદ પહોંચ્યાં
રાજયની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પછી, મતગણતરી પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોલકાતામાં, સ્ટ્રોંગ મ અને પોસ્ટલ બેલેટ પ્રક્રિયાને લઈને શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી વચ્ચે આરોપ–પ્રતિઆક્ષેપો વધુ તીવ્ર બન્યા છે.
ટીએમસી નેતા કુણાલ ઘોષે આરોપ લગાવ્યો કે સ્ટ્રોંગ મ સમય પહેલા ખોલવામાં આવ્યો હતો અને કેટલાક લોકો રાજકીય પક્ષોને જાણ કર્યા વિના અંદર કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેમની ટીમ સવાર સુધી ત્યાં હાજર હતી, પરંતુ પ્રક્રિયામાં કોઈ પારદર્શિતા નહોતી.
ટીએમસી નેતા શશી પંજાએ પણ આ મુદ્દા પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે દાવો કર્યેા હતો કે અજાણ્યા લોકો પોસ્ટલ બેલેટનું સંચાલન કરી રહ્યા હતા અને અંદર શું કામ ચાલી રહ્યું હતું તે સ્પષ્ટ્ર કરવામાં આવ્યું ન હતું. તેમણે એમ પણ પૂછયું કે ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ મ સીલ કરવામાં આવ્યો હતો ત્યારે તેને કેમ ખોલવામાં આવ્યો.
મુખ્યમંત્રી મમતા બેનજીર્ની કથિત હાજરી અંગે પણ વિવાદ ઉભો થયો. અહેવાલો સૂચવે છે કે તે કોલકાતાના સખાવત મેમોરિયલ સ્કૂલના સ્ટ્રોંગ મ પરિસરમાં હાજર હતાં, જેના પર વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપના વકીલ સૂર્યનીલ દાસે આરોપ લગાવ્યો હતો કે ઉમેદવાર લાંબા સમય સુધી સ્ટ્રોંગ મ પરિસરમાં રહે તે ગેરબંધારણીય છે.
જોકે, ભાજપના નેતાઓએ ટીએમસીના આરોપોને સ્પષ્ટ્રપણે નકારી કાઢા હતા. માણિકતલાથી ભાજપના ઉમેદવાર તાપસ રોયે કહ્યું હતું કે આ માત્ર અફવાઓ છે અને ટીએમસી હારના ડરથી આવા આરોપો લગાવી રહી છે. તેમણે ઉમેયુ હતું કે સ્ટ્રોંગ મમાં ત્રિ–સ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે, અને પરવાનગી વિના કઈં પણ શકય નથી.
આ પહેલા, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુવારે દક્ષિણ કોલકાતાના ભવાનીપુરમાં ઈવીએમ સ્ટ્રોંગ મની મુલાકાત લીધી હતી અને ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ગણતરી પ્રક્રિયામાં કોઈપણ દખલગીરી સામે ચેતવણી પણ આપી હતી. ભવાનીપુરમાં સખાવત મેમોરિયલ
સ્કૂલ ખાતેના મતગણતરી કેન્દ્રમાં ચાર કલાક વિતાવ્યા પછી, મમતા બેનર્જી મધ્યરાત્રિ પછી ચાલ્યા ગયા હતા. ભારે વરસાદ વચ્ચે મમતા બેનર્જી સ્ટ્રોંગ મમાં પહોંચ્યા અને ગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કરવાનું કારણ સમજાવતા કહ્યું, લોકોના મત સુરક્ષિત રાખવા જોઈએ. અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ હત્પં અહીં પહોંચી હતી. શઆતમાં કેન્દ્રીય સુરક્ષા દળોએ મને અંદર જવા દીધી હતી. તેમણે એમ પણ કહ્યું કે નિયુકત મતગણતરી વિસ્તારમાં ફકત એક જ વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ગઈકાલે ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં ટીએમસી વાહનની અવરજવર અટકાવી હતી, અને દાવો કર્યેા હતો કે મમતા બેનર્જી તેમાં કંઈક લાવ્યા હતા. એન્ટાલીથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલે પણ ટીએમસી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય દળોની હાજરીને કારણે રાયમાં શાંતિપૂર્ણ મતદાન શકય બન્યું હતું અને રેકોર્ડ મતદાન થયું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ટીએમસી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે અને હવે નાટક કરી રહી છે.
ભારતના ચૂંટણી પંચે સમગ્ર વિવાદની નોંધ લીધી છે. રાયના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે આ મામલો કમિશનને જાણ કરવામાં આવ્યો છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application