ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (તાલુકા–જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા) માં કોંગ્રેસના અત્યાર સુધીના સૌથી ખરાબ દેખાવ બાદ હવે પક્ષમાં આંતરિક કલહ અને સમીક્ષાનો દોર શ થયો છે. જનતાના રોષને મતમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસની નેતાગીરી હવે હાઈકમાન્ડને જવાબ આપવા દિલ્હી પહોંચી છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી છેલ્લા બે દિવસથી દિલ્હીમાં ધામા નાખીને બેઠા છે. જોકે, હાઈકમાન્ડ કેરળના મુખ્યમંત્રી નક્કી કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી બુધવાર સુધી બેઠક થઈ શકી નહોતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુવારે કેરળના મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ ગુજરાતના નેતાઓ હાઈકમાન્ડ સમક્ષ પરાજયના કારણોનો વિગતવાર અહેવાલ રજૂ કરશે.
પરાજયના મુખ્ય કારણો અને ટિકિટ વિતરણમાં ગરબડો થવાનું કારણ છે.જેમા
કોંગ્રેસે જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ અને નિરીક્ષકો સાથેની બેઠક બાદ જે અહેવાલ તૈયાર કર્યેા છે, તેમાં પરાજય માટે અનેક પરિબળોને જવાબદાર ગણાવ્યા છે.
જિલ્લા સ્તરેથી સર્વસંમતિથી મોકલાયેલી પેનલને બદલે પ્રદેશના નેતાઓએ પોતાની પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપી હોવાની ચર્ચાએ જોર પકડું છે.
શહેરી વિસ્તારોમાં સંગઠન વેરવિખેર હોવાથી કોંગ્રેસ પહેલેથી જ નબળી હતી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ એન્ટિ–ઈન્કમ્બન્સીનો લાભ લેવામાં નેતાગીરી ઉણી ઉતરી છે.
ઉમેદવારી પાછી ખેંચનારા અને પક્ષ વિદ્ધ કામ કરનારા આગેવાનોની યાદી તૈયાર કરવામાં આવી છે.
શિસ્તભંગના પગલાંની તૈયારી શ કરવામાં આવી છે અહેવાલ મુજબ, જે નેતાઓએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે અથવા પક્ષને નુકસાન પહોંચાડું છે, તેમના વિદ્ધ આગામી દિવસોમાં કડક પગલાં લેવામાં આવી શકે છે. કોંગ્રેસ હવે હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ આગામી રણનીતિ નક્કી કરશે અને સંગઠનમાં ધરખમ ફેરફારોની શકયતાઓ પણ નકારી શકાતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application