BREAKING NEWS

ઉપલેટા પિતા પુત્રને કાર હેઠળ કચડી હત્યાનો પ્રયાસ હાથ–પગ ભાંગી નાખ્યા

  • April 02, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટાથી ધોરાજી રોડ બાયપાસ પુલ નીચે ભૂંડ પકડવા બાબતેની માથાકૂટમાં પિતા–પુત્રને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ કરી હાથ–પગ ભાંગી નાંખ્યા હતાં. ઉપલેટા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પોરબંદરમાં આવેલ કર્મચારી સોસાયટી સામે રહેતાં બલવીરસિંગ કરતારસિંગ સિકલીગર શીખ (ઉ.વ.૪૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કરણસિંગ બાવરી (અન્દ્રેલા), બીલ્લાસિંગ બાવરી (રહે. બંને બોટાદ) અને અજાણ્યા ત્રણ શખ્સોના નામ આપતાં ઉપલેટા પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ભૂંડ પકડવાનું કામ કરે છે. ગઈ તા.૩૧ ના સાંજના તેઓ જમીને ઘરે સુઈ ગયેલ અને તેમનો દિકરો નિર્મલસીંગ તથા બલજીતસીંગ તેમજ પુત્રના મિત્રો પોરબંદરમાં ભુંડ પકડવા બહારથી માણસો આવતા હોય જેની મહિતી મેળવવા આંટા ફેરા કરતા હતા. ત્યારે વહેલી સવારના આશરે સાડા ચારેક વાગ્યે દિકરા નિર્મલસીંગનો ફોન આવેલ કે, પોરબંદર મઢુલી હોટલ પાસેથી એક સફેદ કલરની જાયલો ફોર વ્હીલમાં ભૂંડ ભરીને જાય છે, જેથી તેઓ હત્પં ઘરેથી બ્રેજા કાર ન.ં જીજે–૨૫ બીએ–૧૯૭૮ લઈને મારા દિકરા પાસે ગયેલ અને દિકરા નિર્મલસીંગને સાથે બ્રેઝા ગાડીમાં બેસાડી જાયલો ગાડી પાછળ પાછળ તેનો પીછો કરતા કરતા જોવા માટે આવતા હતા.સવારના આશરે સાડા છ વાગ્યાની આસપાસ ઉપલેટાથી ધોરાજી રોડ બાયપાસ પુલ નીચેથી ટોલનાકા બાજુ જતા હતા, તે જાયલો ગાડી આગળ જતી હતી ત્યારે પોતાની ગાડી પલટાવીને ફરીયાદીને મારી નાખવાના ઈરાદે તેઓની ગાડી સાથે જોરથી પોતાની ગાડી ભટકાડેલ અને જાયલો ગાડીમાંથી પાંચ માણસો હાથમાં લોખંડના પાઈપ તથા તલવાર લઈને નીચે ઉતરેલ જેમાં કરણસીંગ બાવરી(અંદ્રેલા) તથા તેના પિતા બિલ્લાસીંગ બાવરી(અંદ્રેલા ) તેમજ તેની સાથેના અજાણ્યા ત્રણ માણસો હતા.
આ તમામ શખસો લોખંડના પાઈપથી ફરીયાદીને અને તેના પુત્રને આડેધડ માર મારવા લાગેલ જેમાં પિતા–પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. આ લોકોના મારથી બચવા જોરજોરથી રાડો નાખતા તેઓ પોતાના હથિયારો લઈને નજીકના ખેતરોમાં ભાગી ગયેલ હતાં. બાદમાં ઇજાગ્રસ્ત પિતા–પુત્રએ ૧૧૨ માં ફોન કરેલ જેથી એમ્બ્યુલન્સ આવતા અમે બંને સારવારમાં સીવીલ હોસ્પિટલ ઉપલેટા ગયેલ હતા. ત્યાંથી વધુ સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બંને પિતા–પુત્રને હાથ–પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.આર.પટેલ અને ટીમે આરોપીઓની શોધખોળ શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News