ઉપલેટામાં એસબીઆઇના ડિપોઝિટ મશીન માં ૫૦૦ના દરની ૧૦ જાલી નોટો મળી આવતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક વેપારીએ જમા કરાવેલા ૪૫ હજારની રકમ માં દસ ૫૦૦ના દરની જાલી નોટ મળી આવી હોય જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉપલેટા એસબીઆઇના બેંક મેનેજર તરીકે નોકરી કરતા વિશ્વનાથ પ્રતાપ રામજી સિંઘ રાજપુત ની ફરિયાદને આધારે ઉપલેટા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉપલેટા માં આવેલ ડિપોઝિટ મશીન માં ૫૦૦ના દરની ૧૦ એમ પાંચ હજારની જાલી નોટ મળી આવી હતી.જે અંગે તપાસ કરતાં ગત તારીખ ૨૨ ડિસેમ્બરના રોજ શકીલભાઈ ઓસ્માણભાઈ હિંગોરાએ ૪૫ હજારની રકમ ડિપોઝિટ મશીન માં જમા કરાવી હતી. જેમાં પાંચ હજાર જેટલી રકમ જમા થઈ નહતી ૫૦૦ના દરની ૧૦ જાલી નોટ હોય જે અંગે તેમને આ નકલી નોટ ભરણામાં આવી હોવાનું જાણવા મળતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PM