BREAKING NEWS

ઉપલેટા પાલિકાએ સફાઇ કામદારોના જર્જરીત મકાનો પર બુલડોઝર ફેરવ્યું

  • May 18, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના સ્મશાન રોડ ઉપર આવેલ નગરપાલિકાની માલીકીના ૧૬ જેટલા કર્મચારીઓના કવાર્ટર અતિ જર્જરિત હાલતમાં હોય અગાઉ અનેક વખત નોટીસ આપી ખાલી કરી આપવા જાણ કરાઇ હોવા છતાં અમુક આસામીઓ કબજો નહીં છોડતા ચિફ ઓફિસર ડો. ઉદય નસિતે ઘટના સ્થળે જઇ ડિમોલિશન હાથ ધરેલ હતું.
નગરપાલિકાના સભ્ય રજાકભાઇ હિંગોરા સ્થળે જઇ તમામ બે ઘર થયેલા લોકોને બપોર અને સાંજ બે દિવસની જમવાની વ્યવસ્થા હોટલમાં કરી આપવામાં આવતા સફાઇ કામદારોને ખરા સમયે મદદ મળી હતી..આ અંગે ચીફ ઓફિસર ડો. ઉદય નસિતે જણાવેલ કે, આ કવાર્ટર નગરપાલિકા હસ્તકના હતાં. જે તે સમયે વર્ષેા પહેલા સફાળ કામદારોને કવાર્ટર બનાવી આપવામાં આવ્યા હતાં. આ કવાર્ટર અતિ જર્જરિત હાલતમાં હોવાથી એમ્યુન્યરના રિપોર્ટને આધારે તેમાં બિન કાયદેસર રહેતા નિવૃત સફાઇ કામદારોને ઘણી વખત નોટીસ તેમજ મૌખિક જાણ કરાઇ હતી ત્યારબાદ નગરપાલિકા દ્રારા ૧૬ જેટલા કવાર્ટર પાડી નાખવામાં આવ્યા હતાં તે નિયમોનુસાર કાર્યવાહી કરેલ છે ..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application