ઉપલેટા: મોટી પાનેલીમાં ખેડૂતોની જાણ વિના જળસ્ત્રાવ સમિતિની રચના થતાં મામલો ચેરિટીમાં પહોંચ્યો

  • August 08, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકાના મોટી પાનેલી ગામે કેન્દ્ર સરકાર દ્વારા પોણાનવ કરોડના ખર્ચે વોટર શેડ યોજના માટે ફાળવવામાં આવ્યા બાદ આ માટે ખેડૂતોની બિન રાજકીય સમિતિને બદલે રાજકીય સમિતિ રચાતા ખેડૂતો વિફર્યા હતા ૨૦૦ જેટલા ખેડૂતોએ આ સમિતિનું રજિસ્ટ્રેશન કરવા માટે લેખિત અરજી આપી ઉગ્ર રોષ વ્યકત કર્યો છે.


પ્રાપ્ત થતી વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા મોટા ભાગના ગામોના વસ્તી આધારિત આ ગ્રાન્ટ વોટરશેઠ યોજનામાંથી ખેતરોમાં પાળા બાંધવા, દીવાલ ચણવી, ચેક ડેમો બનાવવા, પુર સંરક્ષણ દીવાલ બનાવવી, આંગણવાડીની બહેનો માટે સહિત જુદા જુદા ૨૦ કામોમાં આ યોજનાનો સમાવેશ થાય છે ત્યારે મોટી પાનેલી ગ્રામ પંચાયત દ્વારા આ યોજનાની સમિતિ બનાવવા માટે ગ્રામ સભા બંધ બારણે બોલાવી બન્ને હરીફ જૂથોએ કુલડીમાં ગોળ ભાંગી લેતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો અને લડતના મંડાણ શ‚ થયા હતા.


આ અંગે ગામના ખેડૂત આગેવાન ચિરાગભાઈ ફળદુએ જણાવેલ કે, મોટી પાનેલી ગામે કેન્દ્ર સરકાર દ્વારા વોટર શેડ યોજના માટે પોણા નવ કરોડ ‚પિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ યોજનાના નિયમ મુજબ ગ્રામ સભા બોલાવી તેમાંથી સમિતિ બનાવાની હોય છે પણ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા દર વખતે ગ્રામ સભા બોલાવતી વખતે નોટિસ બોર્ડ ઉપર તેમજ માઈકમાં જાહેરાત કરી જાણ કરવામાં આવે છે પણ આ યોજનાની સમિતિ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા બંધ બારણે બેઠક બોલાવી ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે બે હરીફ જૂથોએ સાથે મળી કુલડીમાં ગોળ ભાંગી લીધો છે અત્યાર સુધીમાં ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ કામ બિન રાજકીય ધોરણે કરવામાં આવતા હતા પણ આજ વખતે હરિફ જૂથે ગ્રામ પંચાયતનાં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા બન્ને જૂથે સાથે મળી સમિતિ બનાવી લઈ મોટાભાગના ખેડૂતોને અંધારામાં રાખતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો, આ સમિતિ અસ્તિત્વમાં ન આવે તે માટે મોટી પાનેલી ગામના બસો કરતા વધુ ખેડૂતોએ રાજકોટ નાયબ ચેરિટી કમિશનર સમક્ષ એક વાંધા અરજી આપી લડતના મંડાણ કર્યા છે જો યોગ્ય ભાવ નહીં આપવામાં આવે તો ખેડૂત લક્ષી સમિતિ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવામાં આવશે વધુમાં ખેડૂતો આગેવાન ચિરાગભાઈ ફળદુએ જણાવેલ કે અમારા ખેડૂતની માગણી છે કે ૧૧ સભાની બીન રાજકીય સમિતિ બનાવો અને તેમાં બીન રાજકીય આગેવાનો અને ખેડૂતોને સ્થાન આપવા માગણી કરેલ છે.

જો પગલાં નહીં લેવાય તો કોઝવેના ભ્રષ્ટાચાર બાબતે અમો કોર્ટના દ્વાર ખખડાવશું
મોટીપાનેલી ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો થયા છે તેમાં હરિફ જૂથ દ્વારા કોઝવે રોડ-રસ્તા સહિતના કામો માટે તપાસની માગણી કરેલ હતી તે તપાસમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયેલ હતો જો આ બાબતે પગલા નહીં ભરવામાં આવે તો અમો હાઈકોર્ટના દ્વાર ખખડાવી ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડશે તેમ ખેડૂત આગેવાનોએ જણાવેલ હતું.

પાંચ ખેડૂતોએ સોગંદનામા કરતા ચકચાર
વોટરશેડ યોજનામાં રાજકીય સમિતિ રચાઈ જતાં ગામના પાંચ ખેડુતો મલય મનસુખભાઈહિરાણી, ચિરાગ વિપુલભાઈ ફળદુ, અનિલ કેશુભાઈ ગધેથરિયા, હિતેશ ચંદુભાઈ કણસાગરા અને હિતેશ ચંદુભાઈ સાદરિયાએ જિલ્લા ચેરિટી કમિશનર સમક્ષ સોગંદનામા રજૂ કરાયા હતા આવનારા દિવસોમાં વધુ સોગંદનામા થાય તો નવાઈ નહીં.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application