વણમાંગ્યુ વેકેશન પૂર્ણ: જામનગર શહેર-જિલ્લામાં ગુવારથી ધો. 12ના શિક્ષણના થશે પુન: શ્રીગણેશ: કલાસીસ પણ ખુલશે

  • July 10, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિધાર્થીઓને 50 ટકા બેસાડી શકાશે : હાજરીની ફરજીયાત જર નહીં પરંતુ વાલીઓનું સંમતીપત્રક લેવું પડશે : જામનગરના આશરે 200 થીવધુ નાના મોટા કલાસીસ ધમધમતા થયા : જામનગરની તમામ કોલેજો શ થશે

રાજય સરકારે કોરોનાનો ત્રીજી લહેર શ થાય તે પહેલા જ ધો. 12 તથા કોલેજના તમામ ઉચ્ચ શિક્ષણના વર્ગો તા. 15 જુલાઇથી શ કરવાનું નકકી કર્યુ છે, ગુવારે હવે ઓનલાઇન શિક્ષણને બદલે હવે કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શ થશે, જો કે તમામ વર્ગોમાં 50 ટકા હાજરીનો કડક નિયમ બનાવવામાં આવ્યો છે, આજથી જામનગરના નાના મોટા 200 થી વધુ કલાસીસો પણ શ થયા છે, જો કે હાજરી માટે વિધાર્થીઓએ વાલીનું સંમતીપત્રક પણ શિક્ષણ સંસ્થામાં રજુ કરવું પડશે, હરીયાણા, મહારાષ્ટ્રમાં ધો. 8 થી 11ના કલાસીસ પણ શ થઇ ચુકયા છે જયારે ગુજરાતમાં ધો. 9 થી 11ના તમામ વર્ગો ટુંક સમયમાં શ થઇ જશે તેવી શકયતા છે.
સરકાર દ્વારા 50 ટકા વિધાર્થીઓ વર્ગમાં બેસાડવાની સુચના અપાઇ છે, જો કે સમિતીએ ધો. 8 થી 11ના વર્ગો શ કરી દેવા ભલામણ કરી છે તેનો અમલ થઇ જશે, મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં ગઇકાલે મિટીંગ મળી હતી જેમાં શિક્ષણમંત્રી ચુડાસમા તમા ઉચ્ચ શિક્ષણ, પ્રાથમિક અને માઘ્યમિક શિક્ષણના મુખ્ય સચિવો હાજર રહયા હતા, રાજયમાં ઇજનેરી, ફાર્મસી અને પોલીટેકનીક સહિત 489 કોલેજ છે, ટેકનીકલ, પીજી, એન્જી. અને વિવિધ ડીગ્રીની 131 કોલેજ છે જયારે સરકારી અને ખાનગી શાળા થઇને 8333 શાળા છે, જયારે ગુવારથી આ તમામ કોલેજો ધમધમતી થશે.
નવા સત્રમાં દોઢ મહીનાના ગેપ બાદ મરજીયાત હાજરીથી વર્ગો ખોલવા સરકારે નિર્ણય કર્યો છે, જો કે ઓફલાઇન શિક્ષણ માટે વિધીવત જાહેરાત થશે, ગયા વર્ષે ધો. 1 થી 11 સુધીના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા હતા, અને ધો. 10 માં તો ધો. 9 અને 10ની પ્રીલી સહિતના માર્ક ઉમેરવામાં આવ્યા હતા, એવી વિચારણા ચાલી રહી છે કે ટુંક સમયમાં જ ધો. 8 થી 11ના વર્ગો પણ શ કરી દેવામાં આવશે. જામનગરમાં આજથી ખાનગી ટયુશન કલાસ પણ ધીરે ધીરે ધમધમતા થયા છે, જો કે કોવિડની તમામ ગાઇડલાઇનનું કલાસીસના સંચાલકોએ પાલન કરવું પડશે.
કોરોના કાળ દરમ્યાન લાંબો સમય સુધી વિધાર્થીઓ સ્કુલે જઇ શકયા નથી અને ઓનલાઇન શિક્ષણમાં અભ્યાસ કર્યો છે જેથી વિધાર્થીના માનસ પર પણ અસર થઇ છે, વિધાર્થીઓનો સ્વભાવ ચિડીયો થઇ ગયો છે, કેટલાય સમયથી કોરોનાના વેવને કારણે શાળાઓ ખોલવી કે નહીં તે અંગે સરકાર ગડમથલમાં હતી જો કે હવે તો તા. 15 થી ધો. 10 અને 12ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા પણ શ થશે, સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફ કરી હતી જેથી કેટલીક ખાનગી શાળાઓએ અમુક શિક્ષકોને પણ છુટા કરી દીધા હતા.
જે રીતે કોરોનામાં વિધાર્થીઓ પરેશાન થયા છે તે કયારેય ભુલાઇ શકાય તેમ નથી, ધો. 10ની પરીક્ષા પણ લેવાઇ ન હતી, જામનગર સહીત 8 મહાનગરોમાં તા. 18 માર્ચથી શાળા કોલેજ બંધ કરી દેવામાં આવી હતી હવે કદાચ આગામી ઓગષ્ટ મહીનામાં ધો. 9 થી 11ની શાળાઓ શ થાય તેવી શકયતા છે, શાળા, કોલેજના વિધાર્થીઓ પણ કંટાળી ગયા હતા, ઓફલાઇન શિક્ષણમાં જે વિધાર્થીઓને અભ્યાસ કરવાની મજા આવે છે તે ઓનલાઇનમાં મજા આવતી નથી, ત્યારે જામનગર શહેરમાં તા. 15 જુલાઇથી ધો. 12 અને કોલેજના વર્ગો શ થઇ રહયા છે તેથી વિધાર્થીઓમાં પણ સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે, બીજી તરફ આજથી ટયુશન કલાસીસ શ થઇ ચુકયા છે આમ ધીરે ધીરે ઓનલાઇન શિક્ષણમાંથી વિધાર્થીઓને મુકિત મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS