રાજકોટમાં કમોસમી વરસાદી છાંટા : સાંજથી વાતાવરણમાં પલટો

  • December 11, 2020 08:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વાતવરણમાં બદલાવ જોવા મળ્યો છે. ડિસેમ્બરની કડકડતી ઠંડીના બદલે વરસાદ આવી પડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા છે ત્યારે આકાશમાં પણ વાદળો જોવા મળ્યા હતા.

 

રંગીલા રાજકોટવાસીઓ મુશ્કેલીમાં પણ ખુશી શોધી શકે છે. શહેરનાં કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યાં છે ત્યારે શહેરીજનો રાત્રી કરફ્યુના કારણે વરસાદમાં ભીંજાવા રેસકોર્સની રિંગે જઈ શકતા નથી. આવી સ્થિતીમાં કેટલાક લોકો પોતાની અગાસીમાં જઈને જ આ કમૌસમી વરસાદને માણતા જોવા મળ્યા છે. તો બીજી તરફ મૌસમ વગરના વરસાદથી ખેડૂતો અને ડોક્ટરો વધુ ચિંતિત બન્યા છે. ખેડૂતોને શિયાળું પાક બગડવાની ચિંતા છે તો ડોક્ટરને કોરોના વકરવાની બીક. કેટલાક ડોક્ટરના મતાનુસાર કોરોનાની બીજી લહેરમાં કેસ વધી રહ્યાં છે એવામાં મૌસમનો માર વધુ ઘાતક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS