જિયો અને મીડિયાટેકના ગેમિંગ માસ્ટર્સને અભૂતપૂર્વ પ્રતિસાદ

  • March 18, 2021 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

70 દિવસની ટુર્નામેન્ટમાં 43,000થી વધુ ટીમોએ ભાગ લીધો અને 10 મિલિયન વ્યૂઝ મળ્યાઃ રૂા. 12.5 લાખના ઇનામો અપાયા

જિયો અને મીડિયાટેક દ્વારા 70 દિવસની ઇસ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ‘ગેમિંગ માસ્ટર્સ’ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી ગેમિંગના ઉત્સાહીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

તા. 13 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં સોલો અને ડ્યૂઓ કેટેગરી સાથેની ગરેનાસ ફ્રી ફાયર ગેમ સમાંતરે સાત અઠવાડિયા સુધી રમાઈ હતી જેમાં 43,000 ટીમોએ ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટની હાઇલાઇટ્સ

ટુર્નામેન્ટની શરૂઆતથી કુલ 43,000 ટીમોની રચના થઈ હતી, વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પરથી જિયો અને નોન જિયો સબસ્ક્રાઇબર્સ તરફથી 10 મિલિયન વ્યૂઝ મળ્યા હતા, સમગ્ર ટુર્નામેન્ટનું જિયોટીવી એચડી ઇસ્પોર્ટ્સ ચેનલ હિન્દી અને ઇંગ્લિશ, બૂયાહ અને યુટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, ટીમ હેડ હન્ટર્સે ગેમિંગ માસ્ટર્સના વિજેતા બન્યા હતા અને તેમને રૂ. 3 લાખની ઇનામી રકમ સાથે ગેમિંગ માસ્ટર્સનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

મીડિયાટેક સાથે ગર્વભેર સહયોગીતા

“જિયો ગેમ્સ દ્વારા પાવર્ડ ક્રાંતિકારી ઇસ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ‘ફ્રી ફાયર ગેમિંગ માસ્ટર્સ’ને જિયો સાથેના સહયોગથી સફળતાપૂર્વક યોજવા બદલ મીડિયાટેક ગર્વ અનુભવે છે. 43,000થી વધુ રજિસ્ટર્ડ ટીમો સાથે ધ ઇસ્પોર્ટ્સ ટુર્નામેન્ટને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે અને વર્ષ 2021માં જિયોગેમ્સ પ્લેટફોર્મ્સ પર સૌથી મોટી ઓનલાઇન-ગેમિંગ ઇવેન્ટ સાબિત થઈ છે. જિયોગેમ્સ દ્વારા પાવર્ડ ફ્રી ફાયર ગેમિંગ માસ્ટર્સ ઇસ્પોર્ટ્સ ટુર્નામેન્ટે ભારતમાં ઇ-સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિયતાનો પુનરોચ્ચાર કર્યો છે.

આ ઉદ્યોગ ગેમિંગના રસિયાઓની સંખ્યામાં મહત્વપૂર્ણ વૃદ્ધિ જોઈ રહ્યો છે અને ખાસ કરીને મહામારી પછીના વિશ્વમાં પણ તેની વૃદ્ધિ થાય તેવું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. સીએમઆરના અહેવાલ મુજબ વર્ષ 2021માં મોબાઇલ ગેમિંગના યુઝર્સની સંખ્યા 748 મિલિયનને પાર કરી જાય તેવું અનુમાને છે.

એટલું જ નહીં, દેશના ઉભરતા ગેમર્સને તેમની પ્રતિભા બતાવવા અને તેમના સપનાં પૂરા કરવામાં જિયોગેમ્સ દ્વારા પાવર્ડ ફ્રી ફાયર ગેમિંગ માસ્ટર્સ જેવી ઇસ્પોર્ટ્સ ટુર્નામેન્ટ એક અનોખું પ્લેટફોર્મ પુરવાર થયું છે.” – તેમ મીડિયાટેકના પ્રવક્તાએ જણાવ્યું હતું.

માસ્ટર્સઃ ટીમ હેડ હન્ટર્સ – સત્યમ અને નિલેશ

“અમારા માટે આ જોરદાર અનુભવ હતો, અમારી પ્રતિભા બતાવવાની તક આપવા બદલ જિયોગેમ્સ અને મીડિયાટેકનો અમે આભાર માનીએ છીએ. બે મહિના કરતાં વધુ સયમ આ ટુર્નામેન્ટ ચાલી હતી અને આટલું વિશાળ આયોજન કરવા બદલ મેનેજમેન્ટના પણ વખાણ કરવા પડે.

અમારી શરૂઆત બહુ સારી નહોતી, પણ થર્ડ મેપ અમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો હતો અને એ પછી અમારો દેખાવ સાતત્યપૂર્ણ હતો. કલાહારી મેપમાં અમારી પાસે બૂયાહ હતો અને તેના કારણે અમારા પોઇન્ટ્સ વધ્યા અને અમે ટેબલમાં ટોચ પર આવી ગયા છીએ.

જેમ તમે જાણો છો કે ઇસ્પોર્ટ્સમાં સાતત્યપૂર્ણ રમત સફળતાની ચાવી છે, અમે એ જ રીતે સાતત્ય જાળવવાનો પ્રયાસ કરતા હતા, કોઈપણ ગેમમાં જો અમે શરૂઆતમાં જ બહાર નીકળી ગયા હોત તો અમે ટોચનું સ્થાન ગુમાવી દીધું હોત અને એવી રીતે કોઈ ભૂલ કરવી તમને પોસાય નહીં જો તમારે આગળ વધવું હોય તો.

ટોચના સ્થાને આવી ગ્રાન્ડ પ્રાઇઝ જીતવા માટે 24 ટીમો મેદાને હતી અને તેના કારણે સ્પર્ધા ખૂબ જ કટોકટ હતી. ખેલાડીઓ હંમેશા એવા પ્લેટફોર્મની તલાશમાં હોય છે જ્યાં તેઓ પોતાની કુશળતા અને પ્રતિભા બતાવી શકે અને જિયોગેમ્સે તેમને વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જિયોગેમ્સ ભવિષ્યમાં આવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરે તેવી આશા રાખીએ છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS