અનલોક 4 ની ગાઈડલાઈન જારી : જાણો શું થયુ અનલોક, શું રહ્યું લોક

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ દેશમાં કોરોના વાયરસ તેનો વિસ્તાર ફેલાવી રહ્યો છે અને બીજી તરફ સરકાર બધુ અનલોક કરવાના મુડમાં છે. જ્યારે દેશ લોકડાઊન કર્યો ત્યારે પણ દેશવાસીઓને તકલીફ પડી હતી હવે જ્યારે અનલોક કરી રહ્યા છે ત્યારે કોરોનાના કહેરથી સામાન્ય માણસને હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે સરકારે ધીમે ધીમે દેશને અનલોક કર્યો છે. તાજેતરમાં અનલોક 4ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડ લાઈન અનુસાર શરતો સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રોની છુટ આપવામાં આવશે જ્યારે, 21 સપ્ટેમ્બરથી ધાર્મિક,સામાજીક, રાજનૈતિક વગેરેના સમારંભ કરવાની શરતી છુટ આપી છે. ધોરણ 9 થી 12 માટે શાળાઓ ખોલી દીધી છે.

 

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. જોકે તેમને વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી વગેરે જેવી અનેક શરતો સાથે છુટ આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી  આપવામાં આવી છે. સામાજિક, શૈક્ષણિક, ખેલકુદ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ અને મેળાવડા 21 સપ્ટેમ્બરથી કરી શકાશે જ્યારે આ દરમિયાન સૌએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. થર્મલ સ્કેનિંગ કરાવવાનું રહેશે તેમજ હેન્ડ વૉશ અને સેનિટાઇઝરનો ઉપયોગ અનિવાર્ય થઈ જશે. 

 

જેની રાહ હતી એવા  સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થીએટર જેવી જગ્યાઓ ઉપર પ્રતિબંધ રહેશે. ગૃહ મંત્રાલયાની સ્પેશિયલ પરમિશન સિવાય ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા ઉપર પ્રતિબંધ રહેશે.

 

અનલોક 4ની જાહેર થયેલ ગાઈડ લાઈન અનુસાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન જાહેર કરવા પહેલા કેન્દ્રની પરમિશન લેવી પડશે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS