ઉત્તરવહી ચકાસણીના બે વર્ષ જૂના બે હજાર જેટલા બિલ પરથી ધૂળ ખંખેરતી યુનિવર્સિટી
ઉત્તરવહી ચકાસણીના બે વર્ષ જૂના બે હજાર જેટલા બિલ પરથી ધૂળ ખંખેરતી યુનિવર્સિટી
April 07, 2026 03:06 PM
અવારનવારની લેખિત અને મૌખિક રજૂઆત પછી પણ છેલ્લા બે વર્ષથી પેમેન્ટ નહીં મળતા ઉત્તરવહીની ચકાસણી માટેની કામગીરીનો બહિષ્કાર અધ્યાપકોએ કરતા આખરે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનું તત્રં જાગ્યું છે અને બે વર્ષ જૂના ૨૦૦૦ જેટલા બાકી બિલોના પેમેન્ટ માટેની ચકાસણીની પ્રક્રિયા શ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ કોમ્પ્યુટર વિભાગની બેદરકારી આમાં વધુ કારણભૂત હોવાનું જણાય છે. કોમ્પ્યુટર વિભાગનો જે સોટવેર છે તે ક્ષતિ ગ્રસ્ત હોવાના કારણે બિલો જનરેટ થતા નથી અને જે બિલ જનરેટ થાય છે તેમાં ભૂલ હોવાના કારણે ઓડિટ વિભાગમાં પેમેન્ટ અટકી જાય છે અને બિલ પાછા આવે છે. અધ્યાપકોના આંદોલન પછી યુનિવર્સિટીએ બીલ ચકાસણીની કામગીરી માટે ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને બેસાડા છે અને ફટાફટ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આજે સાંજ સુધીમાં બિલ ચકાસણીની કામગીરી પૂરી થઈ જશે અને ત્યાર પછી પેમેન્ટ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ની જુદી જુદી પરીક્ષાઓમાં ઉત્તરવહીની ચકાસણી માટે અત્યાર સુધી જે કોઓર્ડીનેટરની નિમણૂક થઈ છે તે સતત બદલાતા હોવાના કારણે બિલ ચૂકવણામાં ભારે વિલબં થયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અધ્યાપક મંડળના નેજા હેઠળ ઉત્તરવહી ચકાસણીની મહેનતાણાની રકમ જયાં સુધી ન મળે ત્યાં સુધી ચાલુ વર્ષે એક પણ પરીક્ષાની એક પણ વિષયની ઉત્તરવહી ન ચકાસવાનો નિર્ણય લેવાયો છે. પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પૂરી થઈ ગયા પછી ઉત્તરવહીઓના ઢગલાઓ પડા છે આગામી તારીખ ૧૧ થી બીજા તબક્કાની પરીક્ષાઓ શ થશે. પરંતુ અધ્યાપકોનો મૂડ જોતા ચકાસણીની કામગીરી શ થાય તેવું લાગતું ન હતું. આખરે કુલપતિ ઉત્પલ જોષીએ આ મામલે નક્કર કાર્યવાહી શ કરી છે અને એકાદ બે દિવસમાં આ પ્રશ્ને સમાધાન થયા પછી ઉત્તરવહી ચકાસણીની કામગીરી શ થાય તેવું લાગે છે. ફટાફટ પરીક્ષાઓ પૂરી કરીને ઝડપભેર પરિણામો જાહેર કરવા માટે યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી પરંતુ ત્યાં વચ્ચે અધ્યાપકોનું આંદોલન આવી જતા અત્યારે તેના ઉકેલ માટે પ્રયાસો થઈ રહ્યા છે