એન્જિનમાં આગ લાગતા યુનાઇટેડ એરલાઇન્સે 24 વિમાનોની સેવા પર મૂક્યો પ્રતિબંધ

  • February 22, 2021 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનાઇટેડ સ્ટેટ્સના ડેન્વર આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર દુર્ઘટના બાદ યુનાઈટેડ એરલાઇન્સે 777 શ્રેણીના 24 વિમાનની ફ્લાઇટ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે. શનિવારે યુનાઇટેડ સ્ટેટ્સના હોનોલુલુ જતા યુનાઇટેડ એરલાઇન્સના બોઇંગ 777-200 વિમાનના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. આ સમય દરમિયાન, વિમાનની અંદર 231 મુસાફરો અને 10 કર્મચારી હાજર હતા.

યુનાઇટેડ એરલાઇન્સના પાઇલટ્સના સંગઠને જણાવ્યું હતું કે આ અકસ્માત એન્જિનની ખૂબ જ ગંભીર નિષ્ફળતાને કારણે થયો હતો અને પાઇલટના અનુભવથી વિનાશને અટકાવવામાં આવ્યો હતો. હોનોલુલુ જવાના બોઇંગ 777 વિમાનના એન્જિનમાં લાગેલી આગ બાદ તપાસના આદેશો આપવામાં આવ્યા છે, ત્યારે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેટે હવે બોઇંગ 777 શ્રેણીના 24 વિમાનની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઘટના બાદ ઉડ્ડયન મંત્રાલયે આ મામલે સંપૂર્ણ માહિતી આપી છે. ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને એરલાઇન કંપનીએ વિમાનોની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. એમ પણ કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના એડમિનિસ્ટ્રેટર સ્ટીવ ડિકસને કહ્યું કે ઘટના બાદ વિમાનના દરેક ભાગની તપાસ કરવામાં આવી રહી છે. તપાસની ટીમે આગ લાગવાનું મુખ્ય કારણ શોધવાનું શરૂ કરી દીધું છે.

આ ઘટનાની તપાસની જવાબદારી રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડને સોંપવામાં આવી છે. પ્રારંભિક તપાસ બાદ સેફ્ટી બોર્ડે કહ્યું કે આ વિમાનના બંને બ્લેડમાં ફ્રેક્ચર મળી આવ્યું છે. વિમાનના બ્લેડને નુકસાન થયું હતું. આ એન્જિનમાં આગ પાછળનું કારણ હોઈ શકે છે. ટીમ તપાસ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS