ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ટાઢોડાના વાતાવરણમાં પતગં બજારમાં ગરમાવો આવ્યો છે. જૂનાગઢમાં આમ તો નવાબી સમયથી ભાદરવા માસમાં જ પતન કરતી હતી પરંતુ છેલ્લ ા બે થી ત્રણ વર્ષથી ઉતરાયણમાં પણ પતગં ચગાવવાનો ટ્રેન્ડ શ થયો છે આ વર્ષે ટ્રીગર પતંગ, પુષ્પરાજ, મટકા, પત્તા અને ઝાલર આકારની પતગં આકાશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
નવા વર્ષના પ્રથમ તહેવાર ઉતરાયણનું કાઉન્ટડાઉન શ થયું છે. પતગં પ્રેમીઓ પતંગના પેચ લગાવવા અત્યારથી જ દોરની સાથે બાવળાને મજબૂત બનાવી રહ્યા છે. જૂનાગઢમાં પતગં અને દોરીના સ્ટોલ શ થયા છે. આ વર્ષે પતંગના ભાવમાં ૨૦ ટકાનો તો દોરીના ભાવમાં ૪૦થી ૫૦ ટકાનો વધારો થયો છે. જૂનાગઢના પતંગના વિક્રેતા સોહિલભાઈ શેખના જણાવ્યા મુજબ મુખ્યત્વે ખંભાત, નડિયાદ અને અમદાવાદથી તૈયાર થતા દોરાનુ ઉત્પાદન ઓછું થયું છે. જેની સામે માંગ વધી રહી છે. આ ઉપરાંત રીલ અને તૈયાર દોરીના પણ ભાવ મોંઘા થયા હોવાથી પતંગના દોરાના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો ધરખામ વધારો થયો છે. જેની અસર ફીરકીના ભાવમાં પણ જોવા મળી રહી છે. પતગં ના ભાવમાં વધારો થયો છે. કાગળની પતગં ખંભાત અને બાકી નડિયાદ અને અમદાવાદથી આવે છે. પંજો પતગં એટલે કે એક સાથે પાંચ પતગં વેચવામાં આવે છે. આ વર્ષે દોરાના ભાવમાં આવેલ હાઈ જમ્પ કયારેય આવ્યો નથી તેમ જણાવ્યું હતું. છતાં પણ ખરીદી બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવસો નજીક આવશે તેમ માંગ વધશે જેથી ઉતરાયણ પર્વ પૂર્વે જ પતંગના ભાવમાં હજુ પણ ભડકો થાય તેની શકયતા નકારી શકાતી નથી. કેટલાક યુવાઓ અત્યારથી માંજો પાવાની તૈયારી શ કરી છે. જેમાં કાચ, સરસ, કેમિકલ, કલર અને રીલની ખરીદી શ કરવામાં આવી છે.
આ વર્ષે ઉત્તરાયણમાં આકાશમાં સ્ટીક ઉપર લગાવેલી ટ્રીગર પતગં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પતંગની વિશેષતાએ છે કે તેમાં કાનો માતર બાંધેલા હશે અને સ્ટીકમાં પતંગને બાંધી જેમ માછલી પકડવા જેવી રીલ ફેરવવામાં આવે છે. તે રીતે રીલ ફેરવી પતગં ચગાવાશે. જેથી હાથેથી ઠૂમકી લગાવવાની જર નહીં પડે તો આ ઉપરાંત પ્લાસ્ટિકની સળી વાળી, મટકા અને પત્તા આકારની લખનવી પતંગ, ઝાલર પ્રિન્ટ, પંજાબી પત્તા નવી પતંગો આકાશમાં જોવા મળશે. ધૂમ મચાવનાર પુષ્પા આ વખતે ઝૂકેગા નહીં પરંતુ ઉડેગા, આર્ટીકલ ૩૭૦, મોદીના પિકચર, વેલકમ ૨૦૨૫, મુસેવાલા, બાળકો માટે ડોરીમોન, સ્પાઇડર મેન, છોટાભીમ, સહિતના અનેક કાર્ટૂન કેરેકટર દર્શાવતી પતગં છવાશે. જૂનાગઢમાં અગાઉ ભાદરવા માસમાં પતગં ચગાવવામાં આવતી હતી પરંતુ છેલ્લ ા થોડાક વર્ષથી અન્ય શહેરોની જેમ જ ઉતરાયણમાં પતગં ચગી રહી છે. આ વર્ષે પતંગની માંગમાં ખાસ્સો વધારો થયો છે. જેથી શહેરમાં ઉતરાયણ પર્વ અંતર્ગત અંદાજિત ૩ કરોડનુ પતંગનું વેચાણ થશે તેનો અંદાજ સેવાઈ રહ્યો છે
ભગવાનને પધરાવવા મેટલવાળી ફીરકી અને પતંગ
ઉતરાયણમાં લોકો દ્રારા માત્ર પતગં ચગાવી ઉજવણી કરે છે તેવું નથી હોતું પરંતુ ભગવાનને પણ પતગં અને ફીરકી ધરવામાં આવે છે જેથી બજારમાં હાલ મેટલ વાળી તૈયાર ફીરકી અને પતગં મળી રહી છે. વરખ અને અનોખી અવનવી ડિઝાઇન વાળી પતગં પણ ભગવાનને ધરવામાં આવશે.
અવનવી હેર સ્ટાઈલ અને પહેરવેશ થશે
નવી પતગં ઉપરાંત સ્ટાઇલમાં પણ લોકો પતગં ચગાવતા જોવા મળશે જેમાં મલિંગા, માઈકલ જેકસન વીંગ, એલઇડી ચશ્મા, શીંગડા વાળી લાઈટ, એલઇડી લાઈટ વાળી ફોર્મ, માસ્ક, બ્યુબલ સહિતની પણ ખરીદી થઈ રહી છે.
પતંગના પણ અવનવા નામ
પતંગમાં કાગળ અને પ્લાસ્ટિક બંને પ્રકારની આવે છે. જેમાં પણ અવનવા નામ રહેલા છે ખંભાતી, રામપુરી, જયપુરી, સરસ, આગ્રા, તારલા, પ્રિન્ટેડ સહિત વિવિધ પ્રકારની પતંગો મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમારે મફતની વસ્તુઓ જોઈએ છે કે સારી સુવિધાઓ: નાણાપંચના અધ્યક્ષ
January 10, 2025 02:55 PM1100 ફૂટથી વધુ ઉંચા ચિનાબ પુલ પર 110 કિમી-કલાકની ઝડપે દોડી ટ્રેન
January 10, 2025 02:53 PMભારત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને 26 જાન્યુ.ની મુલાકાત બાદ સીધા પાકિસ્તાન જતા અટકાવશે
January 10, 2025 02:52 PMતારક મહેતાના સોઢીની તબિયત લથડી ઘણા દિવસથી ખાવા-પીવાનું પણ બંધ
January 10, 2025 02:49 PMઅંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી કડક સુરક્ષા વચ્ચે દિલ્હી એઈમ્સમાં દાખલ
January 10, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech