ચીનમાં અનોખો ટ્રેન્ડ: ઘરના ભાડા કરતાં હોમ લોનની EMI સસ્તી, ફ્લેટ્સ ખરીદવા માટે મચી ગઈ દોડધામ!
ચીનના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા પાંચ વર્ષની ભયંકર મંદી પછી એક અદભુત અને અનોખો વળાંક આવ્યો છે. શાંઘાઈ અને બેઇજિંગ જેવા ચીનના અતિ વ્યસ્ત અને મોટા શહેરોમાં હવે લોકો ભાડાના મકાનમાં રહેવાને બદલે પોતાના નાના એપાર્ટમેન્ટ ખરીદવા તરફ વળ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં ઘરનું માસિક ભાડું ચૂકવવા કરતાં હોમ લોનના હપ્તા (EMI) ભરવા વધુ સસ્તા પડી રહ્યા છે.
ભાડા અને EMI નું ગણિત
કેમ બદલાયો લોકોનો મૂડ?
મોટા શહેરોમાં લોકો દર મહિને હજારો યુઆન ભાડા પેટે વેડફવાને બદલે ૨૦ થી ૩૦ લાખ યુઆન (અંદાજે ₹૨.૩ થી ₹૩.૫ કરોડ) ની કિંમતના નાના ઘર ખરીદવાને વધુ સ્માર્ટ નિર્ણય માની રહ્યા છે
લાઈવ ઉદાહરણ
શાંઘાઈમાં રહેતા ૩૨ વર્ષીય પેન કોંગકિયાંગે તાજેતરમાં જ એક નાનો ફ્લેટ ખરીદ્યો. તેમનું કહેવું છે કે, "મારા નવા ઘરની માસિક EMI મારા જૂના ભાડા કરતાં દર મહિને ૭૦0 યુઆન ઓછી છે.
નાના ઘરોની માંગ
મોટાભાગના ગ્રાહકો જેઓ પહેલીવાર ઘર ખરીદી રહ્યા છે, તેઓ ૫૦ ચોરસ મીટર (અંદાજે ૫૩૮ સ્ક્વેર ફીટ) થી નાના ફ્લેટ્સ શોધી રહ્યા છે.
કિંમતો અડધી થઈ
પ્રોપર્ટી એજન્ટ્સના મતે, વર્ષ ૨૦૨૧ ની સરખામણીએ આવા નાના ફ્લેટ્સની કિંમતો હવે લગભગ અડધી થઈ ગઈ છે, જેના કારણે સામાન્ય ખરીદદારો માટે તે બજેટમાં આવી ગયા છે.
સેકન્ડ-હેન્ડ (જૂના) ઘરોની ખરીદીનો ૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
કિંમતોમાં મોટો ઘટાડો અને હોમ લોનના વ્યાજદરમાં કરાયેલા ઘટાડાને કારણે ચીનમાં સેકન્ડ-હેન્ડ ઘરોનું માર્કેટ ખૂબ તેજીમાં છે
શાંઘાઈમાં જૂના ઘરોનું વેચાણ છેલ્લા પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.સત્તાવાર આંકડા અનુસાર, માત્ર માર્ચ અને એપ્રિલ મહિનામાં જ ત્યાં અંદાજે ૬૦,૦૦0 જૂના ઘરો વેચાયા હતા, જે ગયા વર્ષની આ જ સમયગાળીની સરખામણીએ ૧૩.૬% વધુ છે. બીજી તરફ બેઇજિંગમાં પણ જૂના ઘરોની ખરીદીમાં ૨૦% નો શાનદાર ઉછાળો નોંધાયો છે.
આટલી બંપર ખરીદી છતાં બેંકો કેમ ટેન્શનમાં છે?
સામાન્ય રીતે ઘરોનું વેચાણ વધે ત્યારે બેંકોનો હોમ લોનનો બિઝનેસ વધવો જોઈએ, પરંતુ ચીનમાં પરિસ્થિતિ સાવ અલગ છે
લોકો લોન લેવાનું ટાળે છે
શાંઘાઈમાં એપ્રિલ મહિનામાં હોમ લોનના આંકડા ઘટવા લાગ્યા છે. લોકો ભવિષ્યના દેવા અને વ્યાજથી બચવા માટે પોતાની જિંદગી ભરની બચ નો ઉપયોગ કરીને સીધા પૈસા ચૂકવી રહ્યા છે.
મોટું ડાઉન પેમેન્ટ
સરકારના નવા નિયમો મુજબ ગ્રાહકોએ માત્ર ૧૫% જ ડાઉન પેમેન્ટ આપવાનું હોય છે, તેમ છતાં લોકો ૫૦% સુધીનું મોટું ડાઉન પેમેન્ટ રોકડેથી ચૂકવી રહ્યા છે
પ્રી-પેમેન્ટની હોડ
એટલું જ નહીં, જેમણે પહેલાથી લોન લીધેલી છે તેઓ પણ વ્યાજ બચાવવા માટે સમય વહેલા પોતાની લોન પૂરી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application