કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કોરોનાથી નિધન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોદી સરકારમાં કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીએ અંતિમ શ્વાસ લીધા છે. મંત્રી અંગાડીનું કોરોનાના કારણે નિધન થયુ છે. કર્ણાટકથી તાલ્લુક રાખનાર અંગાડી કોરોનાની સારવાર AIIMSમાં લઈ રહ્યા હતા અને સારવાર દરમિયાન આજે 8વાગ્યે કોરોના સામે હારી ગયા હતા. બેલગાવી સીટ પરથી લોકસભાના સભ્ય બનેલ સુરેશ આંગાડીએ 11 સપ્ટેમ્બરે કોરોના પોઝિટિવ હોવાની જાણ ટ્વિટર મારફત કરી હતી.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ અંગાડીના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ હતું કે, ‘સુરેશ અંગાડી અદભૂત કાર્યકર્તા હતા. તેને કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. અંગાડી સમર્પિત સાંસદ અને પ્રભાવી મંત્રી હતા. તેના નિધનના સમાધાર ખૂબ જ દુખદ છે. આવા કપરા સમયમાં મારી લાગણી તેના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ.’


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS