શેરી–ફેરિયાને પીએમ યોજના હેઠળ વધુમાં વધુ લોન આપવા કેન્દ્રીયમંત્રીની બેન્કોને ટકોર

  • September 30, 2023 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકાર દ્રારા શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા થયેલી કામગીરીની તા.૨૯૦૯૨૦૨૩ના રોજ સાંજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં ભારત સરકારના  નાણા મંત્રી (રાય કક્ષા)  ડો. ભાગવત કરાડ દ્રારા સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર  નયનાબેન પેઢડીયા, સાંસદ  રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ  મુકેશભાઈ દોશી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર  આનદં પટેલ, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, દંડક  મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન  દિલીપભાઈ લુણાગરિયા, આરોગ્ય સમિતિ ચેરમેન  કેતનભાઈ પટેલ, કલેકટર  પ્રભવ જોશી, નાયબ મ્યુનિ. કમિશ્નર  ચેતન નંદાણી, સહાયક કમિશનર  વી. એસ. પ્રજાપતિ, વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસર્સ સહિતના અધિકારીઓ, મહાનુભાવો, એસ.બી.આઈ.ના ઉપમહાપ્રબંધક આશુતોષ શર્મા, એસ.બી.આઈ.ના રીજીયોનલ મેનેજર નીરજ જોશી અને એસ. એમ. ઐયર, એલ.ડી.એમ. નરેન્દ્રસિંહ સોલંકી, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ બેઠકમાં  કેન્દ્રીય નાણા રાય મંત્રી ડો. ભાગવત કરાડ દ્રારા, પી. એમ. સ્વનિધિ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ દ્રારા શેરી ફેરિયાઓને લોન અપાવવા માટે કરાવવામાં આવેલી અરજીઓ અને વિવિધ બેંકો દ્રારા થયેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથોસાથ  મંત્રીએ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શેરી ફેરિયાઓને આ લોનનો લાભ મળે તે માટે ફોન કોલિંગ, મોબાઈલ ફોનમાં ટેકસટ મેસેજીસ અને કેમ્પના જે આયોજન કરવામાં આવ્યા તથા તેના પરિણામો મળ્યા તેની પ્રશંસા પણ કરી હતી. સાથોસાથ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા વધુમાં વધુ લોન આપવા  મંત્રીએ બેંકર્સને સૂચના પણ આપી હતી.



મંત્રી ડો. કરાડે કહ્યું હતું કે, કોરોના કાળને પગલે સને ૨૦૨૦માં ભારત સરકાર દ્રારા શેરી ફેરિયાઓ માટે અમલી બનાવાયેલી પીએમ સ્વનિધિ યોજનાનો હેતુ  શેરી ફેરિયાઓની આજીવિકા પુન:સ્થાપિત કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. શહેરી શેરી ફેરિયાઓને આ યોજનાનો મહત્તમ લાભ મળે તેવો ઉદ્દેશ સરકારનો છે અને આ યોજનાના અસરકાર અમલીકરણ માટે સ્થાનિક સ્વરાયની સંસ્થાઓ દ્રારા સમયાંતરે કેમ્પ યોજવામાં આવે છે અને બેંકો દ્રારા જરી કામગીરી કરવામાં આવે છે. દેશભરમાં શહેરી ફેરીયાઓને આર્થિક રીતે સશકત બનાવવા તથા વ્યાજના વિષચક્રમાંથી બચાવવા  પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં  . ૧૦ હજાર, જે ભરાઈ ગયા પછી . ૨૦ હજાર, અને આ બીજી લોન ચૂકવાઈ ગયા પછી . ૫૦ હજારની લોન અપાય છે. આ માટે સાત ટકા લોનનું વ્યાજ સરકાર ભોગવે છે.
ફેરિયાની પી.એમ. સ્વનિધિ યોજનાની આજે સમીક્ષા થઈ રહી છે.  ગરીબ માણસને  સમૃદ્ધ બનાવવા માટેની આ યોજના પ્રધાનમંત્રીની સૌથી પ્રિય યોજના છે.  આ યોજનાનો લાભ મેળવનારાઓને વન રાશન વન નેશન, પી.એમ. માતૃ વંદના,  પી.એમ. જનની સુરક્ષા યોજનાનો સહિતની યોજનાનો લાભ આપોઆપ મળે છે. આ યોજનાના પ્રારંભથી અત્યાર સુધીમાં  કુલ ૩૬,૩૧૬ ફેરિયાઓની અરજીઓ   આવી હતી. જેમાં બેન્કોએ મંજુર કરેલી અરજીઓ, ના મંજુર કરેલી અરજી તથા તેના કારણો, સહાય માટે  ફેરિયાની મિટિંગ તથા માસ મેગા કેમ્પ, બેંકવાઇઝ લોનની વિગતો વગેરેથી મંત્રી ડો. ભાગવત કરાડ વાકેફ થયા હતા.

આ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનદં પટેલ દ્રારા પી.પી.ટી.ના માધ્યમથી પી.એમ. સ્વનિધિની વિગતોથી મંત્રીને અવગત કરાયા હતા. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શેરી ફેરિયાઓને ફોન કોલિંગ, ટેકસટ મેસેજીસ, તેમજ વખતોવખત યોજવામાં આવતા કેમ્પથી આ યોજનાથી વાકેફ કરવામાં આવે છે તેની વિસ્તૃત વિગતો રજુ કરી હતી. પ્રથમ તબક્કામાં .૧૦,૦૦૦–ની ૧૮ હજાર જેટલી લોન, સંકલ્પ સે સિધ્ધિ અંતર્ગત બીજા તબક્કામાં પ્રથમ લોન પૂર્ણ થયેલ ૪૧૨૧ લાભાર્થીને .૨૦,૦૦૦–ની લોન આપવામાં આવી ચુકી છે. પ્રથમ તબક્કાની લોન માટે હજુ પણ આઠેક હજાર જેટલી અરજીઓ બેન્કોમાં પ્રોસેસ હેઠળ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા થયેલી કામગીરીને તેમજ કેન્દ્રીય નાણામંત્રી (રાય કક્ષા) ડો. ભાગવત કરાડે બીરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application