કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા હનુમાન જયંતીને લઇને એડવાયઝરી જાહેર, તમામ રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અપાયા સૂચનો

  • April 05, 2023 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે હનુમાન જયંતીને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તમામ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે તે માટે સૂચના આપવામાં આવી છે. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પગલા લેવામાં આવ્યા છે.



અગાઉ રામનવમીના તહેવારને લઇને વડોદરામાં હિંસા ફેલાઇ હતી. જો કે હનુમાન જયંતીના દિવસે આવી કોઇ ઘટના ન ઘટે તે માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. સતર્કતાના ભાગ રુપે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હનુમાન જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં થતી હોય છે અને આ અંતર્ગત શોભાયાત્રા ઉપરાંત હવન, હનુમાન ચાલીસા પાઠ સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે.



હનુમાન જયંતી પર શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય એ બાબતને લઇને પોલીસને તેમજ તમામ રાજ્યોના પોલીસ વિભાગના અધિકારીઓને, રાજ્ય સરકારોને એલર્ટ રહેવા માટે સૂચન આપવામાં આવ્યુ છે. આ મામલે પગલા લેવા માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બધાને સૂચિત કરવામાં આવ્યા છે..સાથે જ સાથે જો કોઇ એવા કાર્યક્રમો હોય જ્યાં કાયદો અને વ્યવસ્થા વણસી શકે એમ હોય ત્યાં સતર્કતા રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application