હળવદના વેગડવાવ રોડ પર ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો: પોલીસ તપાસનો ધમધમાટ

  • March 06, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ પોલીસનું પ્રાથમિક તારણ્ ઠંડીને કારણે મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે.જો કે, મૃતદેહ પાસેથી દેશી દારૂની કોથળીઓ, નાસ્તો અને સોડાની બોટલ પણ મળી આવતા મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.
વેગડવાવ રોડ પર  આવેલ ખારી વાડી તરફ જવાના રસ્તા પર આવેલ ખેતરમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. અને ઠંડી ને કારણે મોત થયાનું પ્રાથમિક તારણ જણાવવામાં આવી રહ્યું છે.જો કે, મૃતદેહ પાસેથી દેશી દારૂની કોથળીઓ, નાસ્તો અને સોડાની બોટલ પણ મળી આવતા મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.
છેલ્લ ાં બે દિવસથી સૂસવાટાભર્યાં ઠંડા પવનો સાથે ગુજરાતના અનેક શહેર ગામોનું વાતાવરણ એકદમ ઠંડુગાર થઇ ગયું છે. એમાંય ખુલ્લ ા ખેતરો, તળાવ, નદીઓ પાસેના પાણીથી ભરેલા વિસ્તારોનું તાપમાન વધારે નીચું ગયું છે. ત્યારે હળવદના વેગડવાવ રોડ પર આવેલ ખેતરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં ઠંડીને કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તારણ લગાડવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યાંથી મૃતદેહ મળી આવ્યો ત્યાંથી દેશી દારૂની કોથળીઓ, નાસ્તો અને સોડાની બોટલ પણ મળી આવી છે. જેથી મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો આ મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા હળવદ પોલીસે  જવાન કેશુભાઈ બાવળીયાએ તજવીજ હાથ ધરી છે. અજાણાય પુરુષ ની આઓળખાન મેળવાની તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News