ભારતમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું

  • March 29, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર ભારતમાં જેઓ કોઈ શાળાનો અભ્યાસ નથી કરતા તેના કરતા ઉચ્ચ શિક્ષિત યુવાનો બેરોજગાર હોવાની શકયતા વધુ છે. હાલમાં સ્નાતકો માટે બેરોજગારીનો દર ૨૯.૧ ટકા છે જે કયારેય વાંચી કે લખી શકતા નથી તેવા લોકો માટેના ૩.૪ ટકા કરતાં લગભગ નવ ગણો વધારે છે, ભારતના શ્રમ બજાર પરના નવા આઈએલઓ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે માધ્યમિક અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનો માટે બેરોજગારીનો દર છ ગણો ઐંચો એટલેકે ૧૮.૪ ટકા હતો.

અહેવાલ મુજબ ભારતમાં બેરોજગારી મુખ્યત્વે યુવાનોમાં, ખાસ કરીને માધ્યમિક અથવા ઉચ્ચ સ્તરનું શિક્ષણ ધરાવતા યુવાનોની સમસ્યા હતી અને તે સમય જતાં વધુ તીવ્ર બની છે. આંકડાઓ શ્રમ શકિતના કૌશલ્યો અને બજારમાં સર્જાતી નોકરીઓ વચ્ચે તીવ્ર અસંગતતા સૂચવે છે. તે કેન્દ્રીય બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા જાણીતા અર્થશાક્રીઓની ચેતવણીઓને પણ સાચી ઠેરવે છે કે ભારતનું નબળું શાળાકીય શિક્ષણ સમયાંતરે તેની આર્થિક સંભાવનાઓને અવરોધશે.
આઈએલઓ અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી નીચો મહિલા શ્રમ શકિત સહભાગિતા દર ધરાવે છે જે લગભગ ૨૫ ટકા છે. અહેવાલમાં ગીગ જોબ્સમાં વધારો અથવા ફડ ડિલિવરી ડ્રાઇવરો જેવી અસ્થાયી અને ઓછા પગારવાળી રોજગાર વિશે પણ ચેતવણી આપવામાં આવી છે

શિક્ષિત બેરોજગાર યુવાનોમાં ૭૬.૭ ટકા મહિલાઓ
ચીનમાં, ૧૬–૨૪ વર્ષની વયના યુવાનો માટે બેરોજગારીનો દર વર્ષના પ્રથમ બે મહિનામાં વધીને ૧૫.૩ ટકા થયો હતો, જે શહેરી વસ્તીના ૫.૩ ટકાના દર કરતાં લગભગ ત્રણ ગણો વધારે છે. યારે ૧૫–૨૯ વર્ષની વયના યુવા બેરોજગાર ભારતીયોનો હિસ્સો ૨૦૦૦માં ૮૮.૬ ટકાથી ૨૦૨૨માં ઘટીને ૮૨.૯ ટકા થયો હતો, ત્યારે શિક્ષિત યુવાનોનો હિસ્સો આ સમયગાળામાં ૫૪.૨ ટકાથી વધીને ૬૫.૭ ટકા થયો હતો આ મામલે ખાસ કરીને મહિલાઓને ભારે ફટકો પડે છે. તેઓ શિક્ષિત બેરોજગાર યુવાનોમાં ૭૬.૭ ટકા હિસ્સો ધરાવે છે યારે પુષો માટે ૬૨.૨ ટકા છે, આ ઉપરાંત અન્ય આંકડા દર્શાવે છે કે ગ્રામીણ ભાગો કરતાં શહેરી વિસ્તારોમાં પણ બેરોજગારી વધુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application