અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના કરડ્યો : એમ્સમાં સારવાર હેઠળ, મોતની ખબર અફવા

  • May 08, 2021 02:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાવાયરસના કારણે મોત નિપજ્યું છે એ ખબર અફવા હોવાનું દિલ્હી એમ્સમાંથી જણાવવામાં આવેલ છે. છોટા રાજનને છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. છોટા રાજન તિહાડ જેલમાં તેની સજા ભોગવી રહ્યો હતો. તે દરમિયાન કોરોના સંક્રમિત થયો હતો. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. થોડા દિવસોથી તેની સ્થિતિ નાજુક  છેેે અને સારવાર ચાલી રહી છે.

 

 

છોટા રાજન ઉપર અપહરણ અને હત્યાના અનેક મામલાઓ સહિત 70થી વધુ કેસ નોંધાયેલા છે. મુંબઈના સિનિયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના આરોપમાં છોટા રાજનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જોકે છેલ્લા દિવસોમાં તેને હનીફ કડાવાલાની હત્યાના કેસમાં વિશેષ સીબીઆઇ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. મુંબઈમાં 1993માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં છોટા રાજનની સંડોવણી હોવાનું જાણવા મળેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS